________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૧
અવિશિષ્ટ સત્તાવાળું” એટલે? અભિન્ન સત્તાવાળું – એક જ સત્તાવાળું. (જુઓ) નીચે ( ફૂટનોટમાં ) અવિશિષ્ટ સત્તાવાળું = અભિન્ન સત્તાવાળું એક જ સત્તાવાળું, કેરીની સત્તા લીલા તથા પીળા ભાવની સત્તાથી અભિન્ન છે, તેથી કેરી અને લીલો ભાવ તથા પીળો ભાવ એક જ વસ્તુઓ છે, ભિન્ન વસ્તુઓ નથી. આહા... હા !
(કહે છે કે, આ શરીર-જડ છે. એમાં તાવ આવે. ઈ પરમાણુઓ છે, ઈ પરમાણુઓ છે આવાં (અડયાં વિનાનાં) એ એકેક પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ શક્તિ (ઓ) ગુણ કહેવાય છે. તેનું પરિણમન (સ્પર્શગુણની પર્યાય ગરમ થઈ ) ઈ તાવ આવ્યો. ઈ પર્યાય એની છે જડની. ઈ પર્યાય ને ગુણ થઈને ઈ દ્રવ્ય છે. એ તાવની પર્યાય ને શક્તિ-ગુણો થઈને એ દ્રવ્ય (પરમાણુદ્રવ્ય) છે. એને બીજા ઉપર નજર કરવાની નથી એમ કહે છે. આહા... હા! તારું દ્રવ્ય જે છે અંદર! આહા... હા ! એ વસ્તુ તરીકે એમાં વસેલા અનંતા ગુણો-શક્તિઓ વસેલા છે. એ ગુણોનું ક્ષણે-ક્ષણે પરિણમન થાય છે.
એ પરિણમન એટલે અવસ્થા-પર્યાય-બદલવું. એ બદલતી અવસ્થા અને ગુણ ઈ દ્રવ્ય છે. અનેરું કોઈ દ્રવ્ય નથી, ગુણ કોઈ અનેરું દ્રવ્ય નથી. સમજાય છે? ભાષા તો સાદી છે પણ ભઈ ! ભાવ ગમે એટલા ધો પણ ભઈ, અધ્યાત્મભાષા છે આ તો!! આહા. હા!
(અહીંયાં કહે છે કે“અન્ય વસ્તુ નથી” જોયું? લીલો અને પીળો જે ભાવ, કેરીનો (છે.) એ કેરીથી અનેરો ભાવ નથી, અનેરી ચીજ નથી. એ વસ્તુ પોતે જ છે, અન્ય વસ્તુ નથી. “તેમ દ્રવ્ય પોતે જ પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણમાંથી ઉત્તર અવસ્થાએ અવસ્થિત.” ગુણમાંથી બીજો થ્યો ( પર્યાય) લીલામાંથી પીળો થઈ ગ્યો (વર્ણગુણ ) “ગુણે પરિણમતું થયું.” આહા... હા! એ વસ્તુ છે આત્મા, એમાં જ્ઞાન, દર્શન, આનંદ એનો ગુણ છે. શક્તિ છે. એની પર્યાય જે પરિણમે છે એ પૂર્વની અવસ્થા બદલે છે ને નવી અવસ્થા થાય છે. તે ગુણે પરિણમતું (થકું ) “પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે છતાં પર્યાય પલટે છતાં ગુણો તો એવા ને એવા છે. ગુણમાં કોઈ બીજી રીતે અવસ્થા થતી નથી શક્તિઓની એની. એ ગુણો ને પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે (“પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે અવિશિષ્ટ સત્તાવાળું હોવાથી એક જ દ્રવ્ય છે.”) આહા... હા
(કહે છે) આત્મા, જડ પદાર્થોથી જુદો તદ્દન! અને એના અંતરમાં અનંત-અનંત ગુણ છે. કે જે આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય અનંત આનંદ, અતીન્દ્રિય સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિ (ઓ) તે ગુણ છે. અને એ ગુણો (પણ) જેમ દ્રવ્ય છે કાયમ રહેનાર, ઈ શક્તિઓ પણ કાયમ, રહેનાર છે. એની વર્તમાન થતી, બદલતી અવસ્થા (એ) અવસ્થા ને ગુણ દ્રવ્ય જ છે. બીજું દ્રવ્ય નહીં. આહા..હા! અથવા બીજા દ્રવ્યથી તે ગુણ-પર્યાય થાય, એવું ઈ દ્રવ્ય નથી. આહા.... હા ! સમજાય છે આમાં?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com