________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૪૭
પ્રવચન : તા. ૨૪-૬-૭૯.
પ્રવચનસાર.” ગાથા – ૧૦૪. ઉપરનું મથાળું.
હવે દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા વિચારે છે - ભાષા તો અધ્યાત્મની છે ભાષા. શું કહે છે? કે દ્રવ્ય એટલે વસ્તુ. આત્મા વસ્તુ છે આ પરમાણુ જડ (એ પણ વસ્તુ છે.) આ કંઈ એક ચીજ નથી. (આ શરીર) આના કટકા કરતાં-કરતાં છેલ્લો પોઈન્ટ રહે તેને પરમાણુ કહે છે. એને દ્રવ્ય કહે છે. એવા અનંત દ્રવ્યો છે (આ વિશ્વમાં) અને અનંતા આત્માઓ છે. ઈ દરેક આત્મામાં (ને દરેક દ્રવ્યમાં) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય, છે ને? નવી અવસ્થા ઉત્પન્ન થાય, પૂર્વની અવસ્થા વ્યય થાય, અને સંદેશ ધ્રુવપણે કાયમ રહે. એવો એનો સ્વભાવ છે. દરેક આત્મા ને દરેક પરમાણુનો ( એવો સ્વભાવ છે.) એ દ્વારા વિચારે છે. મથાળું બાંધ્યું હતું !
परिणमदि सयं सव्वं गुणदो य गुणंतंरं सदविसिटुं । तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति ।। १०४।।
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વ ગુણપર્યાયને. ૧૦૪.
ઝીણી વાત છે ભઈ !
ટીકાઃ- “ગુણપર્યાયો એક દ્રવ્યપર્યાયો છે.”શું કીધું ઈ? જેમ કેઃ આ આત્મા છે. એના ગુણ છે જ્ઞાન-દર્શન-આનંદ, પ્રભુ આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. “સ” શાશ્વત રહેનાર છે. અને તેના ગુણો એટલે શક્તિઓ – સ્વભાવ, એ પણ શાશ્વત છે. એની પર્યાયો એટલે અવસ્થાઓ બદલે છે, એને પર્યાય કહે છે. તો કહે છે કે: ગુણપર્યાયો, એ ગુણોની જે અવસ્થાઓ, એ દ્રવ્ય છે. દ્રવ્યથી જુદી જુદી નથી. ઝીણી વાત છે! આહા...! ગુણપર્યાયો પરમાણુના કહ્યા અને આત્માના કહ્યા. એમ હવે આ પરમાણુ છે એની અવસ્થાઓ (છે.) જુઓ, આ આંગળી (આમ વળે છે, સીધી થાય છે એ પરમાણુનો અવસ્થાઓ છે.) પહેલી અવસ્થા હતી લોટની, એની પહેલાં ધૂળની (માટીની હતી). પરમાણુ જે રજકણ છે ઈ તો કાયમના છે. એ રજકણની અવસ્થા-રૂપાંતર થાય છે. તે રજકણના ગુણ છે. એમાં જે એક એક પરમાણુ (રજકણ) પોઈન્ટ – અણુ છે એમાં વર્ણ-રસ-સ્પર્શ-ગંધ (આદિ અનંત) ગુણ છે. એ ગુણો ત્રિકાળ છે અને એની વર્તમાન અવસ્થા બદલે છે એ તેની પર્યાય છે. ઈ ગુણને પર્યાય થઈને દ્રવ્ય છે. આહા... હા ! આવી વાત છે આ! (શ્રોતા:) ગુણ એટલે લાભ થ્યો આટલો અમને.... (ઉત્તર) ગુણ એટલે શક્તિ છે પ્રભુ જે આત્મા ને પરમાણુ છે, તો શક્તિઓ એમાં જે છે એને ગુણ કહે છે. જે આત્મા છે' તો એમાં (અનંતા ) ગુણ છે. જાણવું-દેખવું-આનંદ-શાંતિસુખ-સ્વચ્છતા-પ્રભુતા (આદિ અનંત ) શક્તિઓ છે એટલે ગુણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com