SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪ પ્રવચનસાર પ્રવચનો ૩૪૫ હવે દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એક દ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ परिणमदि सयं दव्वं गुणदो य गुणंतर सदविसिटुं । तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति ।। १०४ ।। परिणमति स्वयं द्रव्यं गुणतश्च गुणान्तरं सदविशिष्टम् । तस्माद्गुणपर्याया भणिताः पुनः द्रव्यमेवेति ।। १०४।। અવિશિષ્ટસર્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વ ગુણપર્યાયને. ૧૦૪. ગાથા - ૧૦૪. અન્વયાર્થ- (સવિશિષ્ટ) સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે, (દ્રવ્ય સ્વય) દ્રવ્ય પોતે જ (કુળત: ગુણાન્તર) ગુણમાંથી ગુણાંતરે (રળમતિ) પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ – અભિન્ન – એક જ રહે છે.) (તસ્માન્ પુન:) તેથી વળી (કુણપર્યાયા:) ગુણપર્યાયો (દ્રવ્યમ્ વ રૂતિ મળતા:) દ્રવ્ય જ કહેવામાં આવે છે. ટીકા - ગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે, કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે (અર્થાત ગુણપર્યાયો એકદ્રવ્યના પર્યાયો છે કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે – ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી.) તેમનું એકદ્રવ્યપણું આમ્રફળની માફક છે. (તે આ પ્રમાણે ) જેમ આમ્રફળ પોતે જ હરિભાવમાંથી પીતભાવે પરિણમતું થયું, પહેલાં અને પછી પ્રવર્તતા એવા “હરિભાવ અને પીતભાવ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, હરિતભાવ અને પીતભાવની સાથે અવિશિષ્ટ સત્તાવાળું હોવાથી એક જ વસ્તુ છે, અન્ય વસ્તુ નથી; તેમ દ્રવ્ય પોતે જ પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણમાંથી ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે પરિણમતું થયું, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ૧. હરિણભાવ – લીલો ભાવ; લીલી અવસ્થા; લીલાપણું. ૨. પીતભાવ – પીળો ભાવ; પીળી દશા; પીળાપણું (પહેલાં કેરીની લીલી અવસ્થા હોય છે પછી પીળી થાય છે.) ૩. અવિશિષ્ટ સત્તાવાળું – અભિન્ન સત્તાવાળું; એક જ સત્તાવાળું. (કેરીની સત્તા લીલા તથા પીળા ભાવની સત્તાથી અભિન્ન છે, તેથી કરી અને લીલો ભાવ તથા પીળો ભાવ એક જ વસ્તુઓ છે, ભિન્ન વસ્તુઓ નથી. ૪. પૂર્વ અવસ્થાએ અવસ્થિત – ગુણ પહેલાંની અવસ્થામાં રહેલો ગુણ; ગુણતો પૂર્વ પર્યાય, પૂર્વ ગુણપર્યાય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy