________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૦૬ જ કાળે રહે ધ્રૌવ્ય. એક સમય છે ત્રણે નો, છતાં ત્રણે પોતપોતાના દ્રવ્યને અવલંબે છે. વ્યય ને ધ્રૌવ્ય, ઉત્પાદ થાય એને અવલંબતો નથી. આહા.... હા! અને અંદર સમ્યગ્દર્શન થાય (તેમાં મિથ્યાત્વનો વ્યય ને ધ્રૌવ્ય ) એને ઇ અવલંબતું નથી. એક કોર એમ કેવું ક્ષાયિકભાવ છે ઈ આત્મામાં નથી. આવે છે ને? (નિયમસાર' ગાથા-૪૧. અન્વયાર્થ- જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી, ઔદયિક ભાવનાં સ્થાનો નથી કે ઉપશમસ્વભાવનાં સ્થાનો નથી.) અને બીજી કોર એમ કહેવું કે પર્યાયો દ્રવ્યને અવલંબે છે, છતાં પર્યાય પોતાને આલંબને છે. પર્યાય, પ્રગટ પર્યાય પોતાને આલંબને છે. ધ્રુવને આલંબને નથી. આહા... હા! ભારે વાત ભાઈ ! દેવીલાલજી! એક કોર એમ કહેવું ભૂતાર્થને આશ્રિત સમકિત થાય છે (“સમયસાર') અગિયારમી ગાથા. (બીજી કોર એમ કહે) (“સમયસાર ગાથા-૬ “ા વિ દોઃિ પૂમતો આ પત્તો નાનો ટુ નો ભાવો પર્વ પતિ સુદ્ધ ખાવો નો સો ટુ સો વેવા'] પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયો દ્રવ્યમાં નથી પર્યાય, પર્યાયમાં છે પણ જ્ઞાયકભાવમાં તે નથી. આહા... હા !
અહીંયાં કહે છે (ક) ઉત્પાદ, ઉત્પાદને આશ્રયે છે. ઇ ઉત્પાદ દ્રવ્યને આશ્રયે નથી. એ ઉત્પન્ન થયો (પર્યાય) ઈ દ્રવ્યને આશ્રયે નથી. સમકિત જે ઉત્પન્ન થયું એ ધ્રુવને આશ્રયે નથી. આહાહાહા ! સમજાય છે? આવું બધું ક્યાં મુંબઈમાં? બહુ મારગ બાપા! આ તો ભગવાન! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે!! કેવળજ્ઞાનીના કેવળજ્ઞાન રેયાં છે ! આવી વાત ક્યાંય નથી. કેટલાને દુ:ખ લાગે! પણ શું થાય? બાપુ, આ વાત સાંભળવા દિગંબરોને ય મળતી નથી ! (શ્રોતા:) દિગંબરોના તો ઘરમાં પડયું છે.! (ઉત્તર) ઘરમાં જ, ઘરમાં પડ્યું છે ને આ (વીતરાગતત્ત્વ). સંસ્કૃત (ટકામાં) પડ્યું છે ત્યાંથી કાઢ્યું છે આ! “ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્ય (સ્વરૂપ) લક્ષણ (નિજા સ્વ ધર્મો વડે આલંબિત છે.” સંસ્કૃતમાં છે ને ભાઈ ! (જુઓ ટીકામાં) “મોત્પાવધવ્યનક્ષરાત્મધર્મેર વિતા:' ક્યાં આવી વાત છે? જુઓ તો ખરા ! અમૃતચંદ્રાચાર્ય! આહા.... હા!
(કહે છે કેઃ) એનું જે ત્રણ-ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ત્રણ પર્યાયમાં છે. અને ઈ ત્રણ પર્યાયોને આશ્રયે છે. આહા...! પણ ઈ પર્યાય ઉત્પન્ન થાય છે તેને વ્યયને ધ્રૌવ્યની અપેક્ષા નથી. સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય, પોતાના ધરમને અવલંબીને થાય છે. આહા. હા! પર્યાય દ્રવ્યને આશ્રયે કહ્યું પણ આશ્રયનો અર્થ એને એમાં ચોંટે છે એમ નથી. આહા... હા! “મૂલ્પમસિવો વસુ' ઈ પર્યાય જે થઈ, ઈ પોતાના અવલંબને થઈ છે. ભલે લક્ષ ત્યાં ગયું પણ (તેને) અવલંબન પોતાનું છે. આહા.... હું... હા !
(અહીંયાં કહે છે કે, “બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજઅંકુર-વૃક્ષ–સ્વરૂપ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.”ઈ વૃક્ષનો દાખલો આપ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com