________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૨૯૮ નથી. ઉત્પાદ નામ નો આવ્યો માટે અનેરો છે જેવા કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર કે કેવળજ્ઞાન ને અનેરા છે એમ નથી. અને (ત્યારે) મિથ્યાત્વનો વ્યય થઈ જાય, તેથી તે કંઈ દ્રવ્યથી ભિન્ન - દ્રવ્ય સિવાય થાય એમ નથી. એ તો એકદમ (એકસાથ) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (છે.) તે ટકતા દ્રવ્યને આશ્રયે છે. એટલે કે જાણે ઈ અનેરા દ્રવ્ય હશે, ઉત્પાદ-વ્યય અનેરાં દ્રવ્ય હશે (એમ” નથી) આહા... હા! (તેથી) “આ બધુંય એક જ દ્રવ્ય છે” ઈ એક જ છે ને? ઓલામાં (ટકામાં) પહેલાં આમ હતું ને...? “ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે.” એમ અહીંયાં ખરેખર એક જ દ્રવ્ય છે. (શું કહે છે ટીકામાં જુઓ, ) “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે); તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.”
(કહે છે કે, ભગવાન આત્મા! એની સ્વસંવેદનની પર્યાય (જે) ઉત્પન્ન થઈ, એની જે જાત છે સમ્યજ્ઞાનદર્શનઆનંદ, એના વેદનથી ઉપજી. ઉત્પાદ વ્યય છે છતાં, થ્રવ્ય, ધ્રૌવ્યપણે રહે. આહા... હા! અને એ ઉત્પન્ન થઈ છતાં પૂર્વની પર્યાયો જે વિકારની હતી – મિથ્યાત્વની હતી, એ અસ્તિપણે (પૂર્વ) હતી એની નાસ્તિ થઈ પાછી (સમકિતના ઉત્પાદસમયે) એની અતિ હતી (પૂર્વે પણ) એકદમ (એ) અંધારાનો નાશ થઈ, પ્રકાશ ઝળહળ જ્યોતિ ચૈતન્યમૂર્તિ પ્રભુ – સ્વસંવેદનથી પ્રકાશમાં આવ્યો. આહા... હા! વિકાર – મિથ્યાત્વની પર્યાયથી અભાવરૂપે થયો છતાં એ દિવ્ય અને ભાવ્ય દ્રવ્ય, એ ત્રણેય (સમકિતનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય ને દિવ્ય ધ્રૌવ્ય) થઈને પર્યાયો કહેવામાં આવી છે. એ ત્રણેય પર્યાયોના આશ્રયે કીધું છે. પણ ઘવ્યને પણ પર્યાયનો આશ્રય છે એમ લીધું (છે.) આહા... હા ! (શ્રોતા:) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એક પછી એક છે કે એક હારે છે? (ઉત્તર:) એક સમયમાત્રમાં ત્રણેય છે. ઈ પર્યાય છે ત્રણેય, (પણ) એક સમયમાં (છે.) આહા... હા! મૂળ આ વસ્તુ! ચાલે નહીં એટલે લોકોને કરી આકરી લાગે. નહિતર તો વસ્તુની સ્થિતિ તો સંતોએ ઘણી સરળ કરી નાખી છે. આહા. હા! (હવે ) બીજો પેરેગ્રાફ (જુઓ!)
(અહીંયાં કહે છે કે ) “પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે.” (શ્રોતા ) દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે કે પર્યાયો દ્રવ્ય વડે આલંબાય છે? (ઉત્તર) આહા... હા! કઈ અપેક્ષા છે? (તે સમજવું જોઈએ.) જ્ઞાન વસ્તુ આખી પડી છે. એનું જ્યાં ભાન થ્ય પર્યાયમાં. પર્યાયમાં ભાન થાય છે. ને...? દ્રવ્યમાં તો છે (ભાન) દ્રવ્ય તો છે ધ્રુવ. (દૈવમાં નવું ભાન ન થાય) ભાન પર્યાયમાં થાય છે. ત્યારે તેને પૂર્વની અવસ્થાનો વ્યય થઈ જાય છે, (અર્થાત્ ) અંધકાર હતો, કાંઈ ખબર નો' તી, જે ચીજની પર્યાયમાં કાંઈ ખબર નો' તી જે ચીજની પર્યાયમાં કાંઈ ખબર નો' તી એનો વ્યય થઈને ઉત્પાદ થઈ જાય ને એકદમ (ફડાક) ખબર પડી જાય કે ભગવાન આ દ્રવ્ય છે! આહા.. હા! આમાં
સ્થાનકવાસીમાં સાંભળ્યું” તું કોઈ દિ' આવું? આહા... હા! આહા... હા! દિગંબર (ધર્મ) એટલે સંતોના અમૃત છે? અમૃતના ઘડા ! (છલોછલ, ભરચક !) આહા... હા! જરી શાંતિથી.. ધીમેથી. સમજવાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com