________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૨ સમજાવવામાં આવે છે) : આા.... હા.! “કેવળ માર્ગ શોધનાર” કેવળ ઉત્પત્તિ શોધનાર, ઘડાની ઉત્પત્તિ શોધનાર, કે સમકિતની ઉત્પત્તિ એકલો શોધનાર, “(-વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની) ઉત્પાદનકારણના અભાવને લીધે.” એટલે? સમકિતને અને મિથ્યાત્વ ઉપાદાન (કારણ ) છે. ગજબ વાત છે ને...! ઉપાદાનપણાનો ક્ષય- ઉપાદાનનો ક્ષય, એમાં માટીનો પિંડ જે છે ઘડાની (પર્યાય) પહેલાં એ પૂર્વનું ઉપાદાનકારણ છે. (પણ) એના ક્ષયથી (ઘડો) ઉત્પન્ન થાય. ઈ ને ઈ ઉપાદાનથી થતો નથી. એના અભાવથી થાય છે. ગજબ વાત છે!! મિથ્યાત્વ ઉપાદાન, સમકિત ઉપાદેય પણ એ ઉપાદાનનો વ્યય- ક્ષય તે (ઉપાદેયનું) કારણ છે. આવી ચીજ છે! આ તમારા સુધરેલ-સુધરેલમાં આવતું નથી ક્યાં ય! ક્યાંય નથી. વીતરાગ, વીતરાગ, વીતરાગ !! કેવી વાત!! દિગંબર સંતો! કેવળજ્ઞાનના કેડાયતો! કેવળજ્ઞાને ઊભું (ધ્રુવ) રાખ્યું છે! આહા.. હા! જ્યાં નજર કર ત્યાં પ્રભુ! (પ્રભુ ને પ્રભુ). આહા..!
(કહે છે કે:) એ પાણી જે ઊનું થયું છે. એ ઊનાની પર્યાયની ઉત્પત્તિ, ઠંડીપર્યાયના વ્યયથી થઈ છે. અગ્નિથી નહીં. આહા... હા! ઊનું પાણી જે થયું છે એ ઠંડા પાણીનો સંહાર થઈને થયું છે. એ ઉપાદાનકારણ ઠંડીપર્યાય એની છે. અહીં. હા! એના અભાવથી ગરમ અવસ્થા થઈ છે. અગ્નિથી નહીં. જુઓ, જુઓ! ચીમનભાઈ ! આવું કોણ માને આવું? ગાંડા જ કહે. અહા..! ઓલો એક પંડિત નહોતો આવ્યો જયપુરથી પંડિત! (એ કહેતો” તો) અગ્નિ વિના પાણી ઊનું થાય? આવ્યો” તો ને ક્યાંક નો હોતો ઈ ઘણાં વરસ પહેલાં. આહા.... હા! (શ્રોતા:) જુગલકિશોર મુખ્તાર? (ઉત્તર) એ મુખ્તાર નહીં. આ તો આમ બીજેથી હતો. પંડિત એક આવ્યો” તો ને બાયડી લઈને...! (શ્રોતા.) ઘાસીલાલજી....! (ઉત્તર) હા, ઈ, ઈ. મનુષ્યપણા વિના કેવળ (જ્ઞાન) થાય, વજવૃષભનારાચ સંહનન વિના આમ થાય નહીં. આ બધા પંડિતો! આહા.... હા! અહીંયા કહે છે કે કેવળજ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ, એકલો શોધવા જાય તો વ્યય અને ધ્રૌવ્ય વિના- (ઉત્પત્તિ જ ન થાય અથવા તો અસતો જ ઉત્પાદ થાય.) એકલી સમકિતની પર્યાયનો ઉત્પાદ શોધવા જાય તો ઉપાદાન જે મિથ્યાત્વ છે તેના કારણના અભાવને લીધે “ઉત્પતિ જ ન થાય.”કેમ કે પૂર્વનું કારણ (ઉપાદાનકારણ ) એમને એમ રહે અને સમકિતની ઉત્પત્તિ થાય-માટીનો પિંડ એમને એમ રહે ને ઘડાની ઉત્પત્તિ થાય, એમ બને નહી. માટીના પિંડનો અભાવ થાય તે ઘડાની ઉત્પત્તિ થાય. (એમ મિથ્યાત્વનો અભાવ થાય તે સમકિતની ઉત્પત્તિ થાય.) આહા.. હા! આવી વાતું છે! આહા...! તત્ત્વજ્ઞાન વીતરાગનું (અજોડ છે!) બહુ, બહુ અત્યારે તો ગોટા હાલ્યા બધા. વ્રત ને.. તપ ને.. ભક્તિ ને... પૂજા (એ શુભભાવથી ધરમ માને છે પણ કહે છે) એની ઉત્પત્તિ છે, ઈ રાગ છે. એ બંધનું કારણ છે. અને. તે રાગ પણ પૂર્વની પર્યાયના વ્યયથી થયો છે. આહા... હા! મારે તો બીજું પાછું કહેવું છે!
કે ભગવાનના દર્શન કર્યા માટે શુભભાવ થયો, એમ નથી. એ શુભ ભાવ-દર્શન (હતાં) પણ શુભ ભાવ પૂર્વના ભાવનો-ભલે પૂર્વે અશુભ ય હોય-એના અભાવને કારણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com