________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૦ એનો અભાવ થ્યો. આહા.... હા! આ કાલ તો આવી ગ્યું છે આ તો. ભાઈ રામજીભાઈએ કહ્યું ( ફરીને લેવાનું.) (શ્રોતા:) વિશેષ આવે. (ઉત્તર) ઈ પછી ઈ નું ઈ કાંઈ આવે! ફેર ને ભાષા આવે ! “અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે.”
(અહીંયાં કહે છે કે:) બે. “વળી જે કુંભીનો સર્ગ.” ઉત્પત્તિ છે ઘડાની કે સમકિતની ઉત્પત્તિ છે. “અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે.” (એટલે કે) ઘડાની ઉત્પત્તિની અપેક્ષાએ પિંડનો સંહાર, સમકિતની ઉત્પત્તિની અપેક્ષાએ મિથ્યાત્વનો સંહાર-તે જ કૃતિકાની સ્થિતિ છે માટીનું ધ્રુવપણું ત્યાં જ છે. સંહાર અને ઉત્પત્તિમાં જ ધ્રુવતા છે. ધ્રુવ-અન્વય, વ્યતિરેક વિના હોઈ શકે નહીં. ઉત્પાદ-વ્યય વ્યતિરેક એટલે ભિન્ન-ભિન્ન ચીજ છે. ઉત્પાદ, વ્યય ઉત્પાદ, વ્યય ભિન્ન ખરા ને! ઉત્પાદ “ભાવ” રૂપ છે, ઓલો ( વ્યય ) અભાવ રૂપ છે. ઉત્પાદ ભાવરૂપ સંહાર અભાવરૂપ છે. (એ) ભાવ ને અભાવ ધ્રુવની-સ્થિતિ વિના હોઈ શકે નહીં આહા. હા! જે ઉત્પન્ન પર્યાય થઈ, એ પૂર્વના પર્યાયના અભાવથી થઈ છે. અને સંહાર થયો એનાથી અનેરોભાવ (જે) ઉત્પત્તિ, એનાથી થયો, ઉત્પત્તિ થઈ ત્યાં સંહાર થ્યો ! ઈ સંહાર (ને) ઉત્પત્તિનો આધાર (અન્વય છે.) વ્યતિરેક અન્વય વિના ન હોય, વ્યતિરેકો બે જુદી જુદી ચીજ છે એ એકરૂપ ધ્રુવ વિના ન હોય. આહા.. હા! આવી વાત હવે (તત્ત્વની)! વાણિયાને નવરાશ ન મળે! “સત્ય” તો આ છે. પરમાત્મા જિનેશ્વરદેવ ! ત્રિલોકનાથ! (નું કહેલું તત્ત્વ છે) સંતો સાદી ભાષામાં પ્રકાશે છે!
પ્રભુ! તું કોણ છો? ક્યાં છો? અને તું બીજા દ્રવ્યોને પણ કઈ રીતેજુએ છે? તને અને બીજાને (કઈ રીતે જુએ છે!) તને પણ એમ જો કે ઉત્પત્તિની પર્યાય સંહાર વિના ન હોય, એ ઉત્પત્તિની પર્યાય સંહાર વિના ન હોય, સંહાર ઉત્પત્તિ વિના ન હોય અને (સંહાર કે) ઉત્પત્તિ વિના અન્વય ન હોય, ધ્રુવ ન હોય. એ રીતે બીજાને પણ તું જો. આહા... હા! કુંભનો જે સર્ગ- ઉત્પત્તિ, પિંડનો સંહાર તે જ માટીનું ટકવું છે. કારણ કે વ્યતિરેકો એટલે કે ઉત્પાદ ને વ્યય, ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન છે ને? (એટલે) વ્યતિરેકો અન્વયને છોડતા નથી. એ ઉત્પાદ ને વ્યય, અન્વય એવું જે ધ્રુવ તેને છોડતા નથી. ધ્રુવ વિના તે વ્યતિરેકો હોય નહીં. વ્યતિરેકો વિના તે ધ્રુવ હોય નહીં. આહા.... હા.... હા! (શ્રોતા ) બન્નેના સ્વરૂપ જુદા જુદા પણ પરસ્પર અવિનાભાવ છે...! (ઉત્તર) ઈ હારે છે જ તે. એકસમયમાં સિદ્ધ કરવું છે ને...! આ તો એક સમય પદાર્થની વ્યવસ્થા એકસમયમાં ઉત્પાદવ્યયને ધ્રુવ એકસમયમાં છે. અને તે પણ જે સમયે ઉત્પન્ન થવાનો તે સમયે જ ઉત્પન્ન થાય. જે સમય વ્યય થવાનો તે સમયે જ વ્યય થાય. ધ્રુવ તો છે જ. આહા..! આહા.... હા! ગુલાબચંદજી સમજાય છે? આવી વાત છે ત્યાં લાડનૂમાં નથી ક્યાં 'યે કલકતામાં ય નથી. એકલા આવ્યા છે એકલા (કે સાથે) બૈરાં છે? એકલા આવ્યા છે? ( શ્રોતા:) કોઈ નથી (સાથે). એકલા છે (સાથે) નોકર છે. (ઉત્તર) આ ફેર રહ્યા પણ ઠીક (સમય)! આ વાત બાપુ! મહેરામણ છે! દ્રવ્યનો મહેરામણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com