________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૨ મે પાને ચાલે છે. ફેર છે પુસ્તકમાં (શ્રોતા:) બરાબર છે, તો વળી ફેરફાર કેમ બતાવ્યો 'તો ! ખબર નથી એટલે ૧૮૮ પાને જુઓ, અહીંયા એ હાલે છે. આહા.... હા !
આહા... હા...! ઝીણું છે ને ઝીણું એ તો લાગે. આહા.... હા! “મૂળે માખણ છે આ તો બાપુ.” પરમાત્માએ કહેલું સત્ (છે.) ઉત્પાદ તે સમયનો તે જ. એ જ સમયનો આહાહાહા ! એને ઠેકાણે હું મકાન બનાવું ને.. એમાં આપણે રહેશે ને.... બાયડી - છોકરાંવને ત્યાં ઠી” ક પડશે. અરે.. રે. ભ્રમણા, ભ્રમણા ભ્રમણા છે. (એમ અહીંયાં) કહે છે પ્રભુ! (શ્રોતા ) બધાય બાવા થઈ જાય તો આપશે કોણ ખાવા? (ઉત્તર) ઈ વખતે પણ ખાવાની પર્યાય (માં જે આવવાનું તે આવવાનું જ તે.) ઈ પ્રશ્ન થ્યો તો ૭૮ માં ચૂડામાં. ૭૮ ની સાલ. ત્યાં ઘણાં માણસ (ઉપાશ્રયમાં આવે છે. ત્યાં પોલીસ એક નીકળેલો, બેઠેલો બહાર. એટલે પૂરું થ્ય પછી કહે મારા' જ તમે બહુ ત્યાગનું કહો છો. બધા ત્યાગી થઈ જશે તો એને આહાર-આહાર કોણ આપશે? એવો પ્રશ્ન કર્યો પોલીસે. ૭૮ ની સાલની વાત છે. કેટલાં ધ્યાં સત્તાવન. કીધું બાપુ, ઈ કોણ આપશે ઈ પ્રશ્ન ત્યાં છે જ નહીં. એ ટાણે પર્યાય થવાની હોય તે આપશે જ. આપશે જ (એટલે) થશે જ. મેં તો જવાબ ઈ આપ્યો” તો કે' એક માણસ લાખપતિ છે ને પચ્ચીલાખ (પતિ) થવા માંગે છે. તે એમ વિચારે કે આ બધા પચ્ચીસલાઇવાળા થઈ જશે તો ગરીબ-વાસણ ઉટકનારા કોણ રહેશે? મારું રાંધનારું કોણ રહેશે? આ લાકડા લાવનાર કોણ રહેશે? એમ વિચાર કરે છે કીધું તે દી'. આ તો ૭૮ ની વાત છે ચૂડામાં.
ઓહોહો ! માણસ સાધારણ વાંચી, અને એમ થઈ જાય કે આપણને જ્ઞાન થઈ ગ્યું છે, સાચું. પણ અઘરી વાત છે ભાઈ ! જ્ઞાન આત્માનું' થવું જોઈએ. હવે આત્માનું જ્ઞાન ક્યારે થાય? કે એની પર્યાય જે છે જે સમય થવાની એ પર્યાયને ત્રણ લાગુ પડે. પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ, વર્તમાન અપેક્ષાએ, ઉત્પન્ન, છે અપેક્ષાએ ધ્રૌવ્ય. એવી જ્યાં પર્યાયનો નિર્ણય કરે ત્યારે તે જ્ઞાતા-દષ્ટા થાય. ત્યારે તે વર્તમાન થતી પર્યાયનો પણ તે કર્તા ન થાય. કારણ કે એમાં “ભાવ” નામનો (આત્મામાં) ગુણ છે. અને અનંતગુણમાં “ભાવ” નું રૂપ છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય જ. કરું તો થાય નહિતર ન થાય એમ છે નહીં. આહા.... હા ! ઠીક! ભાઈ આવી ગયા આજ. આવું બધું વારંવાર ન આવે ત્યાં. આતો સામે પુસ્તક આવ્યું. હોય એનો અર્થ થાય ને..! આહા...! આ પંડિતો બધા (અહીંયાં છે ને...!) આ માળા” પંડિતો લ્યો છે ને પચાસ પંડિતો ભેગા થ્યા' તા ઈન્દોર. અહીંયાંનો વિરોધ કરવા). “પરંતુ ન કરે એ દિગંબર નહીં. અર.... ર અને પ્રભુ! પ્રભુ! આ તું શું કરે છે!
અહીંયાં તો (કહે છે) પરનું તો ન કરે પણ પોતાની પર્યાય ને ય કરે નહીં. “થાય” તે તેને કરે (એવું) ક્યાં છે? સમજાય છે કાંઈ ? આહાહાહાહા! ( તત્ત્વ) પણ હતું નહીં હોં, હતું નહીં એટલે પછી એ શું કરે? (સનો વિરોધ કરે.) સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો એ વાત (ક્રમબદ્ધની) જ નથી. એ તો જૈનપણાથી વિરુદ્ધ બધી વાતો એનામાં તો. આહા! આ તો દિગંબરમાં પણ ગોટા ઊઠયા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com