________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૧૧ જાણવાનો ન હોય, અમને વિશેષ જ્ઞાન નથી પણ ભગવાને કહ્યું છે એવો સાચો સંપ્રદાય મળ્યો છે. ગણધર (દેવ), સમકિત અને જ્ઞાન આપણને મળ્યું છે. હવે આપણે ચારિત્ર કરવાનું બાકી છે. અને અમે સંક્ષેપરુચિવાળા છીએ ત્યારે કીધું કે, એમ નથી. મોટી સભા હજારો માણસ હતા. કીધું, અહીં સંક્ષેપરુચિનો અર્થ વિસ્તાર (વાળું ) એવું જ્ઞાન નથી, પણ વાસ્તવિક તત્ત્વ છે તેની (યથાર્થ) દષ્ટિ અને રુચિ તેનું જ્ઞાન છે. તેને અહીં સંક્ષેપરુચિ કહેવામાં આવે છે. આહા.. હા...!
અહીંયા કહે છે કે શેયતત્ત્વનું પ્રજ્ઞાપન એટલે (શેયતત્ત્વ) જણાવે છે, તેમાં પ્રથમ પદાર્થનું સમ્યક સાચું-પદાર્થની સત્ય વસ્તુ કઈ રીતે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વ લેવાના (છે.) જોયું..? અહીંયા દ્રવ્ય-ગુણ-પર્યાય લીધા. પહેલેથી જ દ્રવ્ય-ગુણ-પર્યાય શબ્દ ઉપાડ્યા (છે) * ગાથા-૯૩, ટીકા (પછી લેશે) પહેલી ગાથા છે ને એટલે અન્વયાર્થ લઈએ. “અર્થ: ” – એટલે પદાર્થ “દ્રવ્યમય:” દ્રવ્ય સ્વરૂપ છે. પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. “ટ્રવ્યાદિ ગુણાત્માનિ” – દ્રવ્યો ગુણસ્વરૂપ છે. એ તો અભેદ એક જ છે. દ્રવ્યસ્વરૂપ છે તે ગુણસ્વરૂપ જ છે. ભગવાની વાણીમાં એમ કહેવામાં આવ્યા છે. અને વળી દ્રવ્ય અને ગુણોથી (અભેદ) એ દ્રવ્ય છે. તે સ્વરૂપ છે. વળી તે દ્રવ્ય-ગુણ સ્વરૂપ જ (પદાર્થ) છે. તે દ્રવ્ય અને ગુણોથી પર્યાયો થાય છે. “પર્યાયમૂઠા: દિ” (પર્યાય-મૂઢ જીવો પરસમય છે.) અર્થમાં (ટકામાં) સમાન અસમાનજાતીય લીધું હતું અને સ્વભાવ (પર્યાય) વિભાવપર્યાય એમ લીધું છે. લોકોને સમજાય ને...! એ રીતે છે. દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય છે. પર્યાય મૂઢ (જીવો) છે એની દષ્ટિ તો પર દ્રવ્ય ઉપર જાય છે. સમાન-અસમાન જાતીય (દ્રવ્ય પર્યાય) ઉપર પર્યાયમૂઢની દૃષ્ટિ જાય છે. એ પર્યાય મૂઢ છે અથવા પરસમય (છે) મિથ્યાષ્ટિ છે.
(હવે) * ટીકા
આ વિશ્વમાં” – ( જોયું) પહેલાં વિથ લીધું. ઘણાં પદાર્થોવાળું તત્ત્વ તેને વિશ્વ કહે છે. ઘણાં પદાર્થોથી ભરેલું તેને વિશ્વ કહે છે. આ વિશ્વમાં “જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય” - તે પદાર્થ આખોય. “વિસ્તારસામાન્યસમુદાયાત્મક” નીચે * (ફૂટનોટ) માં અર્થ કર્યો છે. વિસ્તારસામાન્ય સમુદાય એટલે વિસ્તારસામાન્યરૂપ સમુદાય વિસ્તાર એટલે પહોળાઈ. દ્રવ્યના પહોળાઈ – અપેક્ષાના એક સાથે રહેનારા સહભાગી (અર્થાત્ ) ગુણો. પહોળાઈ એટલે આમ તીરછા (તીરછા) ભગવાન આત્મા કે દરેક વસ્તુ – એમાં (જે) ગુણો છે અનંતા તે આમ તીરછા (છે). અને પર્યાય છે તે આમ (લંબાઈ ) છે. આયત (એટલે લંબાઈ ).
એ વિસ્તાર એટલે પહોળાઈ - દ્રવ્યની પહોળાઈ - દ્રવ્યના પહોળાઈ - અપેક્ષાએ એટલે સહભાવી. એના જે ભેદો. (પણ) દ્રવ્યની સાથે રહેનારા એમ નહીં. દ્રવ્યના પહોળાઈ - અપેક્ષાએ એક સાથે રહેનારા સહભાવી ભેદો એ ગુણો છે. તે એક સાથે રહે છે. અનંતા એવા સહભાગી ભેદોને - વિસ્તાર વિશેષોને – ગુણો કહેવામાં આવ્યા છે. આહા.... હા! આત્મા વસ્તુ છે ને...! (તેમાં) જ્ઞાન, આનંદ, દર્શન આદિ (ગુણો) પહોળા-આમ છે. પહોળાઈ, પહોળાઈ - તીરછા છે. (વિસ્તાર છે.) પર્યાય છે. તે આયત – લાંબી- કાળ અપેક્ષાએ – એ પછી એક, એક પછી એક (ઉત્પાદ-વ્યય) રૂપે લંબાઈ છે. આહાહા....! સમજાય છે કાંઈ...? * ગાથા-૯૩, અન્વયાર્થ અને ટીકા માટે જુઓ પાના નંબર:-૧ * (ફૂટનોટ) માટે જુઓ પાના નંબર-૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com