________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૫૪
હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું ને દ્રવ્યથી સત્તાનું અર્થાત૨૫ણું હોવાનું ખંડન કરે છે (અર્થાત્ કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જુદો પદાર્થ નથી એમ નક્કી કરે છે);
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा ।
सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ।। ९८ ।।
द्रव्यं स्वभावसिद्धं सदिति जिनास्तत्त्वतः समाख्यातवन्तः। सिद्धं तथा आगमतो नेच्छति यः स हि परसमयः ।। ९८ ।।
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘ સત્ ’ - તત્ત્વતઃ શ્રીજિનો કહે; એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે ૫૨સમય છે. ૯૮
ગાથા ૯૮
અન્વયાર્થ:- (દ્રવ્ય) દ્રવ્ય (સ્વમાવસિદ્ધ) સ્વભાવથી સિદ્ધ અને ( સત્ કૃત્તિ) (સ્વભાવથીજ ) ‘સત્' છે એમ (બિના: ) જિનોએ ( તત્ત્વત: ] તત્ત્વતઃ (સમારવ્યાતવન્ત:) કહ્યું છે, (તથા ) એ પ્રમાણે ( જ્ઞ।નત: ) આગમ દ્વારા [સિદ્ધં] સિદ્ધ છે, (ય:), જે (ન રૂતિ) ન માને (સ:) તે ખરેખર (પસમય: ) પ૨સમય છે.
ટીકા:- ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વભાવસિદ્ધ છે. (તેમનું સ્વભાવસિદ્ધપણું તો તેમનાં અનાદિનિધનપણાને લીધે છે; કારણ કે` અનાદિનિધન સાધનાંતરની અપેક્ષા રાખતું નથી, ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ – કે જે મૂળસાધન છે તેને ધારણ કરીને સ્વયમેય સિદ્ધ થયેલું વર્તે છે.
જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી, કાદાચિત્કપણાને લીધે પર્યાય છે; જેમ કે દ્વિ અણુક વગેરે તથા મનુષ્ય વગેરે. દ્રવ્ય તો અનધિ (મર્યાદા વિનાનું), ત્રિસમય અવસ્થાયી ( ત્રણે કાળ રહેનારું) હોવાથી ઉત્પન્ન ન થાય.
હવે એ રીતે જેમ દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, તેમ ‘(તે) સત્ છે' એવું પણ તેના સ્વભાવથી જ સિદ્ધ છે એમ નિર્ણય હો, કારણ કે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા ભાવવાળું છે ( – દ્રવ્યનો ‘સત્ છે' એવો ભાવ દ્રવ્યના સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો રચાયેલો છે).
દ્રવ્યથી અર્થાન્તરભૂત સત્તા ઉત્પન્ન નથી (−બની શકતી નથી. ઘટતી નથી, યોગ્ય નથી ) કે જેના સમવાયથી તે ( –દ્રવ્ય ) ‘સત્ ’ હોય. (આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ )
* અર્થાત્તર = અન્યપદાર્થ.
૧. અનાદિનિધન=આદિ અને અંત રહિત. (જે અનાદિ=અનંત હોય વેની સિદ્ધિ માટે અન્ય સાધનની જરૂર નથી. ૨. કાદાચિત્ કોઈવાર હોય એવું; અનિત્ય.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com