________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૫ ગુણો, ને પર્યાયો જે છે એનો આધાર દ્રવ્ય-પાણી છે. બીજો કહે કે મેં પાણી પીધું ને દીધું, એ પાણીનું કાર્ય મેં કર્યું (એમ નથી) (શ્રોતા ) પાણીમાંથી બરફ બાંધે છે ને.... (ઉત્તર) બરફ – બરફ કોણ બાંધે? દરેક દ્રવ્યની પર્યાયને ગુણ તે દ્રવ્યને કારણે છે. આહા... હું... હા! એવું છે બાપુ! વીતરાગ ધરમ, એવો ઝીણો છે. નિશ્ચય ને સત્ય જ આ છે. ઓલો વ્યવહાર બીજો છે એમ કહેવું એ તો કથનમાત્ર છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહા.... હા! “ઘડો કુંભારે કર્યો’ એ તો કથનમાત્ર વ્યવહારની ભાષા છે. બાકી ઘડાની પર્યાય ને પરમાણુના ગુણો, એનો આધાર એ માટીના પરમાણુ છે. માટીના પરમાણુથી ઘડાની પર્યાય થઈ છે. કુંભારથી નહીં. આહા.... હા... હા! આવું કઠણ પડ જગતને, શું થાય? પરમાત્મા, જિનેશ્વરદેવ ! વાત કરે છે આ...!!
હવે (કહે છે) તેમાં-કેમ? “એવા સુવર્ણનું, મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે ગુણોથી અને પર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા-કરણ - અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને આહા... હા! કહે છે? વસ્તુ છે તેના ગુણોને પર્યાય, તેનો કર્તા- કરણ (એટલે) સાધન દ્રવ્ય (છે). હવે અહીંયાં ગુલાંટ ખાય છે. કે ગુણ ને પર્યાય તે દ્રવ્યની કર્તા, ગુણ ને પર્યાય એ દ્રવ્યનું કરણ- સાધન, અને ગુણ ને પર્યાય એ દ્રવ્યનો આધાર-અધિકરણ (છ). આહા. હા! આવી વાતું છે ભાઈ ! આ તો વીતરાગ ત્રિલોકનાથ ! સર્વજ્ઞ પરમેશ્વર, જેણે જ્ઞાનમાં જોયું, જેવું સ્વરૂપ છે તેવું વર્ણવ્યું! આહા... હા આ તો હું આનું કરી દઉં ને આને સુખી કરી દઉને બીજાને દુઃખી કરી દઉંને....! (શ્રોતા:) એક બીજાને મદદ તો કરે ને..! (ઉત્તર) મદદ કોણ કરે? મદદની પર્યાય કોને કહેવી ? આહા...આહા..! આકરી વાતું છે ભાઈ !
(અહીંયાં તો કહે છે કે, ગુણ, પર્યાયનો કર્તા આત્મા કે દ્રવ્ય પણ દ્રવ્યનો કર્તા- કરણને આધાર એના ગુણ ને પર્યાય (છે). અરસ – પરસ બધું છે!! આહા... હા... હા!
આહા. હા! કેટલાકે તો સાંભળ્યું ય ન હોય જિંદગીમાં કે જમ્યા જૈનમાં પણ, જૈન પરમેશ્વરનું શું કહેવું છે? બીજાને મદદ કરો ! ભૂખ્યાને આહાર આપો! તરસ્યાને પાણી આપો! અહી કહે છે, કોણ આપે ? સાંભળ તો ખરો. જે પરમાણુની જે અવસ્થા જે ક્ષણે થાય, તે અવસ્થા ને ગુણ તે દ્રવ્યના છે. (તેથી) દ્રવ્ય એનો કર્તા છે. અને દ્રવ્યનો કર્તા પણ આ ગુણ ને પર્યાય છે! એ ગુણ ને પર્યાય દ્રવ્યના કર્તા-કરણ -ને દ્રવ્યનો આધાર (છે). પર્યાય દ્રવ્યનો આધાર ! આહા.... હા... હા !! આવું છે. નવરાશ ન મળે, વાણિયાને ધંધા આડ નવરાશ ન મળે. આખો દી' ધંધો પાપનો. બાયડીછોકરાં સાચવવા ને વ્યાજ ઉપજાવવાને પૈસા કર્યા. એમાં ધર્મ તો નથી પણ પુણ્યના ય ઠેકાણાં નથી. આહા. હા.. હા! અહીંયાં તો તત્ત્વની વાત” . કે એમ પરમાણુ તેના ગુણ, પર્યાયને આધારે પરમાણુ (છે). આહા. હા !
(શું કહે છે જુઓ, ) આ જે છે (ચોપડીનું પૂંઠું) ઈ આ ચોપડીને આધારે રહ્યું છે, એમ નથી. એમ કહે છે. એની પર્યાય ને ગુણનો આધાર, એનું દ્રવ્ય છે. અને તે ગુણ, પર્યાયના આધારે તે દ્રવ્ય છે. શું કહ્યું? આ લાકડી આમ રહી છે કે ના. એ પોતાની પર્યાય ને ગુણને આધારે એ રહી છે. અને તે ગુણ ને પર્યાય “કર્તા' ને દ્રવ્ય તેનું કાર્ય છે. આહા.... હા... હા..! વસ્તુ એવી છે બાપા! આ સીસમેન છે જુઓ, આ ઊંચી થાય છે ઉપરથી, કહે છે કે એ તો એની પર્યાય છે. અને એનામાં વર્ણ, રસ, ગંધ (સ્પર્શ ) ગુણ છે, એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com