________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૪ પ્રવચન : તા. ૨૭. ૫. ૭૯ પ્રવચનસાર” જ્ઞાન અધિકાર, છેલ્લો કળશ. (હવે શ્લોક દ્વારા જ્ઞાનાતત્ત્વ પ્રજ્ઞાપન નામના પ્રથમ અધિકારની અને શેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામના દ્વિતીય અધિકારની સંધિ દર્શાવવામાં આવે છે.)
[ સંતાક્રાંતા] निश्चित्यात्मन्यधिकृतमिति ज्ञानतत्त्वं यथावत् तत्सिद्धयर्थ प्रशमविषयं ज्ञेयतत्त्वं बुभुत्सुः। सर्वानर्थान् कलयति गुणद्रव्यर्याययुक्त्या
प्रादुर्भूतिर्न भवति यथा जातु मोहाकुरस्य।।६।। આહા... હ...! પહેલો અધિકાર કહ્યો. અને બીજો (અધિકાર) કહેશે તેની સંધિ (ઉપરોક્ત શ્લોકમાં ) બતાવે છે. “આત્મરૂપી અધિકરણમાં રહેલ (અર્થાત્ આત્માના આશ્રયે રહેલ) જ્ઞાન અધિકાર હતો ને !”
જ્ઞાન એટલે આપણે (ગાથા-૯૦માં) આવી ગયું છે. ને... સત્ અને અકારણ હોવાથી સ્વતઃ સિદ્ધ, અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું હોવાથી સ્વ પરનું જ્ઞાયક એવું જે આ, મારી સાથે સંબંધવાળું, મારું ચૈતન્ય તેના વડે – કે જે (ચૈતન્ય) સમાનજાતીય અથવા અસમાનજાતીય અન્ય દ્રવ્યને છોડીને મારા આત્મામાં જ વર્તે છે. તેના વડે – હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધૃવત્વ ધરતું દ્રવ્ય જાણું છું....! આહા. હા....! છે? હવે એમાં ટૂંકામાં લીધું (કેટ) અધિકરણ (આત્મારૂપી અધિકરણ), જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ એ આત્મા સાથે સંબંધ રાખે છે, આત્મામાં એ (ભાવ) વર્તે છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ એનો આધાર આત્મા છે. એનો આધાર નિમિત્ત, રાગ અને પર્યાય નહીં. આહા. હા! ઝીણી વાત છે, ભાઈ ! જ્ઞાયકપણું એટલે ચૈતન્યપણું. તે પરદ્રવ્યને છોડીને મારા આત્મામાં વર્તે છે. મારા આત્મા સાથે એને સંબંધ છે. મારો આત્મા, એ જ્ઞાનતત્ત્વ ને ચૈતન્યતત્ત્વ ને જ્ઞાયક તત્ત્વની સાથે જોડાયેલ છે. એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. “ચૈતન્ય” અને “જ્ઞાયક' દ્રવ્યને આધારે અથવા દ્રવ્યના સંબંધે રહેલું છે! અહીં આધાર કહ્યો. ત્યાં (ગાથા-૯૦માં) દ્રવ્યમાં વર્તે છે. દ્રવ્યના સંબંધમાં છે. (એમ કહ્યું છે. પરદ્રવ્યને છોડીને ચૈતન્ય સ્વરૂપ ભગવાન, ત્રિકાળી ચૈતન્ય – ત્રિકાળી ચૈતન્ય સ્વભાવ એ પ્રભુ આત્મામાં, આ (સ્વપરનું જ્ઞાયક ) સંબંધવાળું એમાં (આત્મામાં) વર્તનારું એને અહીં અધિકરણ કહ્યું. આહા...હા...હા...! આત્મારૂપી અધિકરણ (કહ્યું છે, આત્મારૂપી આધારઆધારમાં રહેલું (છે), એ જ્ઞાયકપણું, જ્ઞાન તત્ત્વનો અધિકાર પૂર્ણ કરે છે ને...! (અને શેય તત્ત્વપ્રજ્ઞાપન અધિકારનો પ્રારંભ કરે છે).
(“આત્મારૂપી અધિકરણમાં રહેલ') (શું કહે છે.. ?) : (જ્ઞાનતત્ત્વ) એટલે ચૈતન્ય તત્ત્વ ( જ્ઞાયકભાવ), એ મારા આત્માના અધિકરણના આધારે રહ્યું છે. મારો ભગવાન (આત્મા) જ્ઞાનનો આશ્રય છે. લ્યો...! ઠીક..! (“સમયસાર”) સંવર અધિકાર – ગાથા-૧૮૧, ૧૮૨, ૧૮૩) માં કહ્યું (ક) ભેદજ્ઞાન (વડ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com