SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ ચીજ છે એને વાંચવી-વિચારવી-સાંભળવી, એવો વખત ન મળે ! ભાઈ ? આંહી તો એકદમ ભગવાન આત્માને સિદ્ધ કરી “નીવો' આવો, આવો છે ગુણપર્યાયવાળો, ઉત્પાદ-વ્યય-ધ્રુવવાળો, દર્શનશાનજ્યોતિ, એ જીવ (અને) બીજાં તત્ત્વો છે. બીજા તત્ત્વો ન હોય તો બીજાં તત્ત્વોને લક્ષ વિકાર થાય એ વિકાર ન હોય. પોતાના સ્વભાવના આશ્રયે વિકાર ન થાય. કેમકે સ્વભાવમાં વિકાર છે નહીં. એથી જે વિકાર થાય છે પુણ્ય-પાપનો, એ પરદ્રવ્યના લક્ષે થાય છે. તેથી પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણોનો જેમાં અભાવ છે એટલે એને પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાનું છે નહીં. આહા. હા! તારામાં જ ભરેલા/ઈ પીપરમાં જેમ લીલો રંગ ભરેલો છે, કાળારંગનો નાશ થઈને એ લીલો પ્રગટ છે, અંદર ભર્યો છે. લીલો (રંગ) બહારથી કાંઈ આવતો નથી. લીલી થાય છે ને આ પીપર...! લીલો રંગ ! એમાં પડ્યો છે ઈ બહાર આવે છે. એમ પ્રભુ આત્મામાં લીલો નામ અનંતજ્ઞાન અને તીખો નામ અનંતઆનંદ અનંત વીર્ય, અનંત દર્શન, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી શક્તિથી ભરેલું જીવતત્ત્વ છે! એને કેવળજ્ઞાનને મુક્તિપ્રાપ્ત કરનારને પરદ્રવ્યથી ભિન્ન પાડીને, પોતાના પૂરણ સ્વભાવમાં, (પૂર્ણ) પર્યાય પ્રગટ કરવા માટે, પોતાના પૂરણસ્વભાવમાં એકાગ્ર થતાં તે ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે) ઈશ્વરની ભક્તિ ને કરોડોના દાન ને માળા જપે-માળા એ બધું તો શુભ રાગ છેવિકલ્પ છે એનાથી ભેદ પાડે જુદુ પાડે, કેમકે સ્વરૂપમાં એ રાગ નથી સ્વરૂપ તો જ્ઞાન દર્શનને આનંદથી ભરેલું છે. આહા... હા ! “સર્વ પદાર્થોના સ્વભવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન” એ કેવળજ્ઞાનની સિદ્ધિ કરી. કોઈ એમ કહે કે ત્રણકાળનું જ્ઞાન થાય નહીં આત્માને... સર્વ પદાર્થોના સ્વભાવને જાણવાની શક્તિ આત્મામાં છે જ નહીં, એને આંહી જૂઠો ઠરાવ્યો છે. આહા... હા! ભાઈ.! ખરેખર તો તારો જ્ઞસ્વભાવ છે ને “હા” – જાણવું” એ સ્વભાવ છે ને ! ઈ કોનો સ્વભાવ છે? શરીરનો? રાગનો? કર્મનો? ઈ તો “જાણવું” ચૈતન્યનો સ્વભાવ છે, આત્માનો (સ્વભાવ છે ) જેનો જે સ્વભાવ છે એ જ્ઞસ્વભાવ એ અપૂર્ણ ન હોય. એનો સ્વ. ભાવ છે પોતાનો ભાવ, એ અપૂર્ણ ન હોય, વિપરીત ન હોય. એ પૂરણ સ્વરૂપ છે !! એ પૂરણ શક્તિરૂપે પૂરણ સ્વરૂપ છે. એને.. રાગ-દયા-દાનના વિકલ્પોથી જુદો પાડી કેમકે પૂરણ થવાની શક્તિ એનામાં (રાગાદિમાં) નથી, રાગમાં-વ્યવહારમાં, પૂર્ણ થવાની શક્તિ તો સ્વભાવમાં છે. એથી સ્વભાવમાં એકાગ્ર થતાં ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અને રાગની-પુણ્ય પાપની ક્રિયાથી ભિન્ન પડતાં, જે સર્વજ્ઞસ્વભાવ, સર્વપદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે, તે ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન થાય છે. આહા... હા! આમાં કેટલું યાદ રાખવું! બધા નવા સિદ્ધાંત લાગે! નવા નથી બાપુ! તારું સ્વરૂપ જ એ છે. તે જાણ્યો નથી તને ! એ ચીજ અત્યારે બધી ગૂમ થઈ ગઈ છે. ઈ હવે બહાર આવે છે! આહા... હા! ભાઈ.... તું કોણ છો? જેમ પીપર ચોસઠહોરી એટલે રૂપિયે રૂપિયો સોળઆના ! સોળઆના એટલે ચોસઠ પૈસા કહો કે રૂપિયો કહો (પૂરણ) સ્વભાવથી ભરેલી વસ્તુ છે એમ આ ભગવાન આત્મા વસ્તુ છે એ સોળઆના નામ પૂરણ જ્ઞાનને આનંદથી ભરેલી શક્તિવાળું તત્ત્વ છે. એ શક્તિમાં એકાગ્ર થતાં/જ્યારે એ શક્તિમાં એકાગ્ર થવું છે ત્યારે પરથી ખસી જવું છે, પરતરફથી ભિન્ન પડ્યા વિના, Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy