________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચનો રત્નો ૧
૨૦૨
તો પરિહાર થાય છે એમ કીધું ને...! આહી... હા ! ત્યાગ! અણાત્માનો ત્યાગ થાય છે.
લોકરંજન કરવાની વાત છે આહા...! દુનિયાનું આમાં લોકરંજન થાય નહીં. પકડાય માંડ માંડ આ! તો ય હવે માણસ આવે છે. મુંબઈમાં પંદર, પંદર હજાર માણસ દશ-દશ હજાર માણસ આવે છે. સાંભળવા.
આંહી તો શું કહે છે સાંભળો તો ખરા ! આહા... હા..! એ તો તમારે ય પંદર પંદર હજાર માણસ (સાંભળવા આવે છે) ઇંદોરમાં, સાગરમાં પંદર પંદર હજાર માણસ ! ભોપાલમાં તો ચાલીશ હજાર માણસ! ચાલીશ હજાર! સાંભળે... અંદર ખળભળાટ તો થતો” તો... પણ આ (સાંભળવું ) આકરું પડે!
એકકોર મંદિર બનાવે દશ દશ લાખના લાખો રૂપિયાના! અને એને કેવું કે તમે બનાવ્યા નથી. તમારો ભાવ (શુભ) હોય તો પુણ્ય છે એ પુણ્ય અણાત્મા છે.
કોણ કરે છે? થવાનું હોય ત્યારે થાય, એનાથી કાંઈ થાય છે ? મંદિર તો મંદિરના પરમાણુને પર્યાયનો કાળ એ રીતે છે ત્યારે રચાય છે?
એ પરમાણુ એ પરમાણુ તે સમયે પરિણમવાના પરિણામ, પરિણામની પરિણામી પદાર્થ છે તે કર્તા છે. એ પર્યાયનું પરિણમન છે તે પુદ્ગલપર્યાયનો કર્તા પુદ્ગલ પરિણામી પદાર્થ છે. કડિયો ને વગેરે તેનો કોઈ કર્તા નથી. આરે આવી વાતું!
આંહી કહે છે કે “અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.' એમ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી” ઓલું કર્મ બળવાન થતું હતું પોતાની પર્યાયમાં તેને વશ થવાથી તો કર્મ બળવાન એમ કહેવાયું. આહા. હા! (સ્વામી) કાર્તિકમાં આવે છે “જીવો બળિયો, કમ્બો બળિયો, ત્યાં નખે (કહે) જુઓ કર્મને બળવાન કહ્યું! પણ તારા પરિણામ થયા એવા તો કર્મને બળવાન કહેવામાં આવ્યું છે. જ્યાં વિકાર બળવાનપણે છે એ કારણે અંદર અવિકાર પરિણામ ઉત્પન્ન થતા નથી. પરદ્રવ્યને લઈને પોતાની પર્યાયમાં કોઈ કમી – ઓછી થાય એવી કોઈ વાત નથી. બીલકુલ જુઠી વાત છે. માને, ન માને સ્વતંત્ર છે, આ તો આવું (પરંતુ) કરમ બળવાન હોતા નથી. આંહી ભાવકર્મને જોડતો હતો આત્માના એ પછી અણઆત્માના એ પછી આત્માનો લાભ થયો અણાત્મા બળવાન નહીં તો રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી એ કારણે અવલંબનથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે એ કારણે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી, આહા...હા!
વિશેષ વાત કહેશે... ( પ્રમાણવચન ગુરુદેવ !)
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com