SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ છે ? પ્રવચન ક્રમાંક - ૯ દિનાંક - ૧૬-૬-૭૮ (સમયસાર, ગાથા-૨) જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત' એ તો પદ્યની રચના માટે ચારિત્ર પહેલું આવ્યું છે. ખરેખર તો દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત રહ્યો છે. તેને નિશ્ચયથી સ્વસમય જાણ. અહીંયાં તો ત્રણ બોલ લીધાં છે. દર્શન, જ્ઞાન ને ચારિત્ર! છે તો અનંતગુણની પર્યાય! દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે. નિર્મળપણે થઈ છે (બધી પર્યાયો) પણ મુખ્યપણે અહીં દર્શન-જ્ઞાન-ચારિત્ર-મોક્ષનો મારગ જે દુઃખથી મુક્ત થવાનો, એને મુખ્યપણે કહ્યું છે. એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર! આત્મા અનંત ગુણસ્વરૂપ, તો અહીંયાં અનંત અનંત ગુણની વર્તમાન પર્યાય પણે-વ્યક્તપણે સ્થિત થાય, તેને અહીંયાં સમય નામ આત્મા કહ્યો છે. આત્મા તો આત્મા છે! પણ જેને શ્રદ્ધાશાનને ચારિત્રમાં એ આવ્યો આત્માધ્રુવ, પરિણમન થયું, તેના ખ્યાલમાં આવ્યો અને આત્મા સ્વસમય કહેવામાં આવે છે. આત્મા તો આત્મા જ છે. પણ અહીયાં દર્શનજ્ઞાનચારિત્રમાં (જે સ્થિત થયો તે આત્મા છે) ઝીણી વાત છે ભાઈ..! એના આત્મામાં ગુણ તો અનંત છે. રાતે કહ્યું તું. જેમ આ આકાશ છે એના આંહીના પ્રદેશથી શરૂ કરીએ, આંહીના આકાશથી. શરૂઆત કરીએ તો અંત નથી, શરૂઆત આંહીથી લેવાય પણ ઈ પ્રદેશનો અંત નથી. અનંત. અનંત... અનંત. અનંત. અનંત... અનંત... અનંત. અનંત. અનંત એમ આંહીથી શરૂઆત કરીને આમ લઈ જાય તોય અનંત અનંત અને બેયનું ભેગું કરીએ તોય અનંત. એક સમયના એક શ્રેણીના પ્રદેશ, એવીતો અનંતી શ્રેણી છે. એવો એક પ્રદેશ, એક પ્રદેશમાં શ્રેણી, એનો આદિ અને અંત નથી. એવી અનંતી શ્રેણીઓ છે. હવે આંહીં તો એમ કહેવું છે કે જેના અનંતઅનંત પ્રદેશ આકાશના, જેનો અંત નથી, જેનો છેડો શું? છેડો શું? પછી શું? એમ કાળની પણ આદિ નથી. વર્તમાન એનો અંત આવે! અનાદિ-અનંત! આદિ નહીં ને અંત આવે. ભવિષ્યનો અંત નહીં. પણ શરૂઆત આંહીથી કહેવાય તો સાદિ-અનંત છે! અને સમુચિત કહેવાય તો અનાદિ-અનંત કહેવાય. આહા. હહા! એમ આત્મામાં અને પરમાણુઓમાં એટલા ગુણો છે, એ આકાશના પ્રદેશથી પણ અનંતગુણ. એનો અર્થ શું થયો! આહા! ગંભીર ગજબ વાત છે? આત્મામાં અનંત સંખ્યાએ ગુણ છે. એમાં આંહી ત્રણમાં સ્થિત કહ્યું પણ છે તો અનંતગુણમાં (સ્થિત) એ અનંતગુણ છે એમાં પહેલો પછી નથી. પણ ઈ અનંતગુણી છે... એમાં ગણત્રી કરવા જાય કે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ તો એનો છેલ્લો ક્યો ગુણ? એ આવે નહીં એમાં આહાહા! ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે ! અને ક્ષેત્ર એટલે પોતાનું ક્ષેત્ર (આત્માનું) અસંખ્ય પ્રદેશ પ્રમાણે ! પણ એના જે ગુણોની સંખ્યા. અનંત! એમાં પહેલો-પછી એવું નહીં. પહેલું જ્ઞાનને પછી દર્શનને એવું નહીં, (બધા ગુણો) એક સાથે! પણ એકસાથે હોવા છતાં એને ગણતરીથી ગણવા માંડે.. કે આ એક, બે, ત્રણ, ચાર આ તો છેલ્લો ગુણ ક્યો? આહા.. હા ! છેલ્લો છે જ નહીં! આહા..! આ તે કાંઈ વાત કહે છે એ શું કહે છે! Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy