SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૭ દ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે. જેમની બુદ્ધિ આવે છે, તેનું સમાધાન આમ છે કે- “યત્ જ્ઞાનં શેયમ્ અનૈતિ તત્ અયં શુદ્ધસ્વમાવોવયઃ” જો એમ છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે એવું પ્રગટ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા, શરીર વાણી કુટુંબ વગેરે બધા પર શેય છે, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ ૫૨ શેય છે અને અંદરમાં રાગ આવે દયાદાન એ ૫ણ ૫૨ શેય છે. ‘જ્ઞાન જ્ઞેયને જાણે છે એવું પ્રગટ છે. તે આ શુદ્ધ જીવ વસ્તુનું સ્વરૂપ છે. શુદ્ધસ્વમાવોવય: એ તો શુદ્ધ જીવ સ્વભાવનું પ્રગટપણું છે. સ્વ-પર પ્રકાશક પણું એ તો શુદ્ધ જીવનો સ્વભાવ પ્રગટ છે આહાહાહા! ભારે કામ આકરૂં! આ તો આખો દિવસ ધંધામાં પડયો હોય જાણે આ કરું ને આ કર્યું ને... આહા! મારી નાખ્યો જીવને, મરણતુલ્ય કરી નાખ્યો છે. ચૈતન્ય જાગતી જ્યોત સ્વ-પર પ્રકાશક સ્વરૂપમાં બિરાજમાન છે એને ૫૨ના શેયને જાણવું એ તો એનું સ્વરૂપ જ છે.. એ તો શુદ્ધ જીવનો ઉદય થયેલો સ્વભાવ જ છે. ૫૨નું જાણવું એ અશુદ્ધતા છે અને પરને અડે છે તો ૫૨ને જાણે છે એમ નથી. શ્રોતા- ૫૨ સામું જોઈને જાણે છે..? જવાબ- ૫૨ સામુ જોઈને જાણે છે એ પોતામાં પોતાથી. શ્રોતા- ત્યારે ઉપયોગ ક્યાં હોય છે? જવાબ- ઉપયોગ ભલે.. છે તો પ૨ તરફ પણ જાણે છે તે તો પોતાથી પોતામાં રહીને. શ્રોતા- ઉપયોગને પરનો આશ્રય લેવો પડે છે ને? જવાબ- આશ્રય ફાશ્રય કંઈ ન મળે. શ્રોતા- ૫૨માં છે ને ? જવાબ- ૫૨ માં નથી. પ૨ને જાણવામાં છે. ઝીણી વાત છે. આહાહાહા! ઉપયોગ ભલે વિકલ્પમાં આવ્યો છતાં પણ વિકલ્પને ઉપયોગ જાણે છે. એવું એનું સ્વરૂપ છે. શ્રોતા- ઉપયોગ પરમાં જાય એવો નિયમ નહીં? જવાબ – ના. ના. શ્રોતા- ઉપયોગ બહારમાં.. હોય.. જવાબ- બહારમાં નથી એ અંદરમાં પોતામાં છે. શ્રોતા- અંદરમાં છે. તો મોઢું બહાર છે? જવાબ- ના મોઢું પણ બહાર નથી. મોઢું અંદર છે. શ્રોતા- સ્વ સન્મુખ અને પરસન્મુખ.. જવાબ- એ સ્વસન્મુખ.. દષ્ટિ ધ્રુવ જ્ઞાયક ઉ૫૨ જ પડી છે. શ્રોતા- ઉપયોગ તો અંદરમાં છે. જવાબ- અંદર જ છે એ ભલે રાગાદિ વિષય કષાયમાં હોય છતાં એ પોતે જાણનારમાં છે. રાગમાં નથી. આવું કામ છે આકરું... આહા ! અરે! જીંદગીઓ ચાલી જાય છે... મરણને તુલ્ય થઈ જશે... મરણનો એક સમય આવશે ત્યાં.. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy