SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ કો'ક કહે છેને. સમ્યગ્દર્શન સરાગ! એ વસ્તુ બીજી અપેક્ષા છે. (આંહીતો) વીતરાગ જિનસ્વરૂપી પ્રભુ (આત્મા) એ વીતરાગસ્વરૂપી પર્યાય વીતરાગ થાય, એ સમ્યગ્દર્શન પણ વીતરાગપર્યાય છે અને આગળ જતાં ચારિત્ર થાય એ પણ વીતરાગીપર્યાય છે! આહાહા ! એ વીતરાગ સ્વભાવનું કાર્ય, વીતરાગસ્વભાવ વ્યાપક અને વ્યાપ્ય વીતરાગીપર્યાય છે – એટલે ભેદ પાડીને. કથન કરવું એ પણ ઉપચારથી છે. એ અવિકારી પરિણામ તેના કર્તાને કર્મ પરિણામમાં છે!! પણ આત્મા એનો વ્યાપક એટલે પ્રસરીને થાય છે એ પણ ભેદનયનું કથન છે. (તથા ) વિકારી પરિણામનો કર્તા આત્મા અને વિકારી પરિણામ કાર્ય- એ પણ ઉપચારથી કથન છે. આહા હા ! એમ દ્રવ્યકર્મ અને પરનો કર્તા (આત્મા), ઉપચારથી પણ નથી, તેમ કર્મ, શરીર કે આત્માને વિકારી પરિણામનો ઉપચારથી પણ કર્તા નથી. પણ અહીંયા સ્વભાવની દૃષ્ટિથી કથન કરવું છે! આહા.. હા! ભગવાન આત્માના અનંતગુણો છે તેમાં કોઈ ગુણ વિકાર પણે પરિણમે એવો (કોઈ ) ગુણ નથી. એથી એ સ્વભાવવતુ, સ્વભાવના પરિણામપણે પરિણમે અને એ કાર્યવ્યાપ્ય છે એમ કહેવાય, પણ વિકારપરિણામનું કાર્ય આત્માનું છે સ્વભાવદષ્ટિએ એમ નથી. આહા.... હા ! હવે! આટલી બધી અપેક્ષાઓ !! આહા.... હા ! આંહી “પદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા થઈને, સ્વતંત્ર એ કર્તા છે. તો એ સ્વતંત્રપણે કર્તા થઈને પુલપરિણામનો એટલે કે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવનો કર્તા છે, આ દષ્ટિએ... આહાહા ! સમજાણું કાંઈ...? અને પુદગલપરિણામ તે વ્યાપક વડે' - એ રાગ, દ્વેષને પુણ્ય-પાપના ભાવ, એ પુદ્ગલપરિણામને “તે વ્યાપક વડ' એટલે કર્મના વ્યાપક વડે “સ્વયં વ્યપાતું” (એટલે) સ્વયં થતુંસ્વયં કાર્ય થતું હોવાથી તે પુદ્ગલપરિણામ તે પુદ્ગલનું કાર્ય છે ! આહાહાહા....! આવી વાત છે! કઈ અપેક્ષાએ કથન છે એ જાણવું જોઈએ. અપેક્ષા જાણ્યા વિના... કરમથી વિકાર થાય, કરમથી વિકાર થાય! ભઈ, પરદ્રવ્યથી થાય? એમ ત્રણકાળમાં ન હોય. પર્યાય તો સ્વતંત્ર તે સમયની પોતાથી થાય છે, પણ તે જીવનો સ્વભાવ નથી તેથી જીવના સ્વભાવની જ્યાં દષ્ટિ થઈ ત્યારે તે વિકારના પરિણામનું કાર્ય તે સ્વભાવ નથી. ત્યારે તેના કાર્યનો કર્તા કર્મ છે એમ કહ્યું. જોયું..? ભેદ પાડી નાખ્યો, પરથી એને જૂદું પાડી નાખ્યું !! (શ્રોતાઃ) આત્મા કર્તા છે કે જ્ઞાતા? (ઉત્તર) જ્ઞાતા છે ને..! પણ પરિણમન તરીકે ભલે કર્તા કહો ! કર્તા (કહ્યો) પણ કરવાલાયક છે એવી બુદ્ધિપણે કર્તા નથી. આહા.... હા ! કેટલી... અપેક્ષા ! (જ્ઞાનીને કર્તા કહે છે) સુડતાલીસ નયમાં એમ કહ્યું કે પરિણમે છે તે જ્ઞાની કર્તા છે, એનો અધિષ્ઠાતા છે એમ કર્તા કહ્યો! કઈ અપેક્ષાએ? આ પ્રવચનસાર, નયઅધિકાર (માં કહ્યું ) એ જ્ઞાનપરિણામ એનું છે એટલું બતાવવા કૉં, તે પરિણમે (છે) તે કર્તા એમ કહ્યું! પણ.... અહીંયાં તો સ્વભાવની દષ્ટિમાંએનું પરિણમન સ્વભાવનું હોય છે. એનું પરિણમન વિકૃત છે એ કર્મનું કાર્ય છે એમ કહીને સ્વભાવના પરિણમનથી એને જૂદું પાડી નાખ્યું છે! આવું... અને હવે આટલું બધું !! બીજી વાત હોય તો.... (સમજાય !) આ વસ્તુ જ એવી છે! Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy