SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ સંસારસાગર (હરિગીત ) તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી ) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય ની૨ખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત ) હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વર્ષે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં–અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હ્રદયે રહે સર્વદા. (વસંતતિલકા ) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું; હૈ જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (સગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મુર્તિ ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy