________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૧૪-૩૧૫ ]
[ ૫૯
અકર્તા છે. ચોથા ગુણસ્થાને આત્માનું ભાન થઈને જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં તે રાગનો અકર્તા થઈ જાય છે. રાગ ભલે હો, પણ તેનો તે અકર્તા નામ જ્ઞાતા જ છે. લ્યો, આનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે.
* ગાથા ૩૧૪-૩૧૫ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘જ્યાં સુધી આ આત્મા પોતાના અને ૫૨ના સ્વલક્ષણોને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે.’
જુઓ, આત્માનું લક્ષણ જ્ઞાન છે અને કર્મપ્રકૃતિનું લક્ષણ રાગ અને બંધ છે. રાગ શુભ હો કે અશુભ-તે પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહિં. જીવનો તો એક જ્ઞાનસ્વભાવ છે. આમ બન્નેના સ્વલક્ષણોને ભિન્ન ભિન્ન જાણતો નથી ત્યાં સુધી જીવને ભેદજ્ઞાનનો અભાવ છે; અને ત્યાં સુધી તે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે. અહા! કર્મપ્રકૃતિના ઉદયમાં તે ઝટ જોડાઈ જાય છે. આ પ્રમાણે ભેદજ્ઞાનના અભાવે જીવ પ્રકૃતિના સ્વભાવે રાગાદિપણે, પુણ્ય-પાપપણે પરિણમે છે અને એ રીતે મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને અસંયમી થયો થકો કર્તા થઈને કર્મનો બંધ કરે છે.
તો પછી જ્ઞાનીને પણ રાગ થતો જોઈએ છીએ ને?
હા, જ્ઞાનીને રાગ થતો હોય છે, પણ એની જ્ઞાનપરિણતિથી એ ભિન્ન પડી ગયો હોય છે, જ્ઞાની એને પોતાથી ભિન્નપણે જાણે છે, જેમ ઘઉં ને કાંકરા ભિન્ન છે એમ. અજ્ઞાની બેને એકમેક કરે છે. પ્રકૃતિના સ્વભાવને પોતાનું સ્વ સમજીને પરિણમે છે. તેથી તે મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને કર્મબંધ કરે છે, હવે કહે છે
‘અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદષ્ટાપણે પરિણમે છે.’
અહા ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છું, અને આ રાગ છે એ તો પ્રકૃતિનો સ્વભાવ છે અને તે મારાથી તદ્દન ભિન્ન છે. જ્યારે આવું જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાની થયો થકો રાગનો કર્તા થતો નથી. જ્ઞાનીને રાગ થતો હોય છે, પણ રાગનું પરિણમન મારું સ્વ છે એમ જ્ઞાની સ્વીકારતા નથી. જ્ઞાનીની દૃષ્ટિ રાગને પોતાના સ્વપણે સ્વીકારતી નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ નથી. રાગનું પરિણમન છે એ અપેક્ષાએ તેને શાસ્ત્રમાં કર્તા કહ્યો છે, પણ જ્ઞાની રાગ પોતાનું કરવાલાયક કર્તવ્ય છે એમ માનતા નથી એ અપેક્ષાએ તેને અહીં અકર્તા કહ્યો છે. સમજાણું કાંઈ..?
રાગને પોતાનો માનીને પરિણમે તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ છે તે જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com