________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૭
સમયસાર ગાથા ૩૧૨–૩૧૩] છે એમ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! પ્રકૃતિના નિમિત્તને પોતે આધીન થઈને વિકાર-પણે ઉપજે-વિણસે છે, પણ ત્યાં પ્રકૃતિ વિકારભાવને ઉત્પન્ન કે નાશ કરે છે એમ નથી. વિકારપણે ઉપજવું-વિણશવું તે અજ્ઞાનીનું કાર્ય છે અને તેનો અજ્ઞાની કર્તા છે, એમાં પ્રકૃતિનું કાંઈ કર્તવ્ય નથી; એ તો નિમિત્તમાત્ર છે બસ. હવે કહે છે
“પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે જો કે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ-પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી બન્નેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને (આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.”
જુઓ, જીવ અને કર્મપ્રકૃતિને-એકબીજાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ કર્તાકર્મ સંબંધ નથી. ધીમેધીમે સમજવું ભાઈ ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ છે બાપુ!
પહેલાં કહ્યું કે અજ્ઞાની જીવ રાગનો કર્તા થયો થકો પ્રકૃતિના નિમિત્તે ઉત્પતિવિનાશ પામે છે; હવે કહે છે- જડ કર્મની પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પતિ-વિનાશ પામે છે. એટલે શું? કે પ્રકૃતિનો જે નવો બંધ થાય છે તેમાં આત્માના વિકારના પરિણામ નિમિત્ત છે. આત્માના વિકારના પરિણામ કર્મપ્રકૃતિનો બંધ કરે છે એમ નથી. જીવના વિકારી પરિણામ કર્યા અને જડકર્મનો જે બંધ થાય તે એનું કર્મ એમ ત્રણ કાળમાં નથી. જડકર્મની પ્રકૃતિ બંધાય છે એ તો પોતાની પર્યાયની યોગ્યતાથી બંધભાવે થાય છે, તેમાં આત્માના વિકારી પરિણામ નિમિત્ત છે બસ. જેમ જીવને વિકારી પરિણામ થાય તેમાં જાનાં કર્મનો ઉદય નિમિત્ત છે તેમ નવી નવી કર્મપ્રકૃતિ બંધાય છે તેમાં જીવન વિકારી પરિણામ માત્ર નિમિત્ત છે-બસ આટલી વાત છે. એક બીજાને કર્તાકર્મભાવ નથી, ફકત નિમિત્ત-નૈમિત્તિકભાવ છે. અહો ! દિગંબર સંતો-કેવળીના કડાયતીઓએ કેવળીની દિવ્યધ્વનિમાં આવેલાં ગંભીર રહસ્યો જગત સમક્ષ કેવી ખૂબીથી જાહેર કર્યા છે! બનારસી-વિલાસમાં આવે છે ને કે
“મુખ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચાર, રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે. સો સત્યારથ શારદા તાસુ ભક્તિ ઉર આન,
છન્દ ભુજંગ પ્રયાતમેં અટક કહો બખાન.” – શારદાષ્ટક. અહો ! સંતોએ પરમામૃત રેલાવ્યાં છે! “અમૃત વરસ્યા રે પંચમકાળમાં.'
પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તેમાં ઈશ્વરનય અને અનીશ્વરનયની વાત આવે છે. ત્યાં કહ્યું છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com