________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧૨-૩૧૩
चेदा दु पयडीअट्ठ उप्पज्जइ विणस्सइ। पयडी वि चेययटुं उप्पज्जइ विणस्सइ।।३१२।। एवं बंधो उ दोण्हं पि अण्णोण्णप्पच्चया हवे। अप्पणो पयडीए य संसारो तेण जायदे।। ३१३।।
चेतयिता तु प्रकृत्यर्थमुत्पद्यते विनश्यति। प्रकृतिरपि चेतकार्थमुत्पद्यते विनश्यति।। ३१२ ।। एवं बन्धस्तु द्वयोरपि अन्योन्यप्रत्ययाद्भवेत्।
आत्मनः प्रकृतेश्च संसारस्तेन जायते।। ३१३ ।। હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ
પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે ! ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨. અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને
-આત્મા અને પ્રકૃતિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩. ગાથાર્થઃ- [વેતયિતા 7] ચેતક અર્થાત્ આત્મા [પ્રકૃત્યર્થન] પ્રકૃતિના નિમિત્તે [ ૩uદ્યતે] ઊપજે છે [વિનશ્યતિ] તથા વિણસે છે, [પ્રકૃતિ: પિ] અને પ્રકૃતિ પણ [વેતાર્થમ] ચેતકના અર્થાત આત્માના નિમિત્તે [ઉત્પઘૉ] ઊપજે છે [ વિનશ્યતિ] તથા વિણસે છે. [gd] એ રીતે [અન્યોન્યપ્રત્યયાત્] પરસ્પર નિમિત્તથી [ કયો. v] બન્નેનો- [માત્મ: પતે] આત્માનો ને પ્રકૃતિનો- [વશ્વે: તુ મવે] બંધ થાય છે, [ તેન] અને તેથી [ સંસાર:] સંસાર [ ની જો] ઉત્પન્ન થાય છે.
ટીકાઃ- આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરના અને પોતાનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે-જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બન્નેને બંધ જોવામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com