________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧]
[૪૧
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો પુંજ પ્રભુ ત્રિકાળ એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવી વસ્તુ છે. તેનો દૃષ્ટિમાં પોતાપણે સ્વીકાર કરવો તે જ્ઞાનભાવ અબંધ છે. પણ તેનો અનાદર કરીને રાગાદિભાવ તે હું છું, હું તેનો કર્તા છું એમ માનવું તે અજ્ઞાનભાવ છે અને તે વડે એને બંધ થાય છે. અહા ! પોતાની ત્રિકાળી વિધમાન-છતી ચીજને ન માનીને, તેને બીજી રીતે માનવી તે તેનો અભાવ કરવારૂપ ભાવહિંસા છે. અને તે વડે તેને બંધ થાય છે, જે ચાર ગતિમાં રખડવાનું કારણ થાય છે શ્રીમદ્દમાં આવે છે ને કે
અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ-સંતને, મૂક્યું નહિ અભિમાન.
બાપુ! આ બધું અત્યારે નહિ સમજે તો ક્યારે સમજીશ ભાઈ! આ દેહ તો જોતજોતામાં છૂટી જશે; અને સ્વરૂપના ભાન વિના આ (-જીવ) ક્યાંય ચાલ્યો જશે. અહીં મોટો કરોડપતિ શેઠિયો હોય પણ રાગાદિની મમતામાં દેહ છૂટીને પશુમાં અવતાર થાય. અરે! ગરોળી થાય, ગધેડીનું ખોલકું થઈને અવતરે! શું થાય ? બાપુ! આવા આવા તો એણે અનંત ભવ કર્યા છે. ભાઈ ! શું તને ભવનો ભય નથી ? જો છે તો કહીએ છીએ કે–સ્વરૂપનું ભાન કર્યા વિના અર્થાત્ સમ્યગ્દર્શન પામ્યા વિના, રાગની-મહાવ્રતાદિની ક્રિયા મારી છે, એ મને લાભદાયી છે એવું માનનાર અજ્ઞાની મિથ્યાદષ્ટિને ભવના અંત નહિ આવે; કેમકે એવી માન્યતા અજ્ઞાનભાવ છે અને તે વડે બંધ જ થાય છે.
હા, પણ તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આવે છે કે-દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, પંચમહાવ્રતનું પાલન કરતો હોય એવો મિથ્યાદષ્ટિ કોઈ જીવ સમ્યગ્દર્શન પામે છે.
અરે ભાઈ! એને પંચમહાવ્રતાદિનો જે રાગ છે એનાથી તે સમ્યગ્દર્શન પામે છે એમ ત્યાં ક્યાં અર્થ છે? એમ અર્થ છે જ નહિ. પરંતુ દ્રવ્યલિંગની ભૂમિકામાં દષ્ટિ ફેરવીને રાગથી ભિન્ન અંતઃસ્વભાવનો આશ્રય કરે તો કોઈ જીવ સમ્યગ્દર્શન પામે છે એમ વાત છે. દ્રવ્યલિંગના કારણે સમ્યગ્દર્શન પામે છે એમ છે જ નહિ. બાપુ! એવાં દ્રવ્યલિંગ ને મુનિપણાં તો એણે અનંતવા૨ ધારણ કર્યાં છે. અનંતવાર શુક્લ લેશ્યાના પરિણામ કરીને એ નવમી ગ્રેવેયક ગયો છે, પણ સમ્યગ્દર્શન પામ્યો નથી. બાપુ! એ તો બધી રાગની મંદતાની ક્રિયા છે, પણ એ કાંઈ ધર્મ કે ધર્મનું કારણ નથી. રાગની (સમસ્ત રાગની ) ઉપેક્ષા કરીને સ્વદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે જીવ સમકિત આદિ ધર્મ પામે છે. આવું વસ્તુસ્વરૂપ છે; પણ વ્યવહારથી નિશ્ચય થાય એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું sis...?
જુઓ, મૃગની ડુટીમાં કસ્તુરી ભરી છે. એની એને સુગંધ આવે છે. પણ અરે !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com