________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ છે. સમજાય છે કાંઈરાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એ પર્યાયસ્વભાવની વાત હોં; અને તેથી તે (જ્ઞાયકના લક્ષ) મટી શકે છે. હવે લોકોને કાંઈ ખબર ન મળે અને એમ ને એમ આંધળે બહેરું કૂટે રાખે, પણ જીવન જાય છે જીવન હોં; એમ ને એમ અજ્ઞાનમાં જશે તો અહીં તો મોટો અબજોપતિ શેઠ હોય પણ ક્યાંય ભૂંડણના પેટે ને કાગડ-કૂતરે જન્મ થશે. અરરર! આવો જન્મ! ચેતી જા ભગવાન !
કોઈ વળી કહે છે-વિકાર થાય તે કથંચિત્ આત્માથી ને કથંચિત્ કર્મના ઉદયથી થાય છે એમ અનેકાન્ત છે.
એ મિથ્યા અનેકાન્ત છે બાપુ! વિકાર પોતાના સ્વભાવથી જ થાય છે અને કર્મથી–પરથી નહિ–એમ સમ્યક અનેકાન્ત છે. પર્યાયમાં રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, તે કાળે તે પોતાથી જ ઉત્પન્ન થાય છે; તેને પરદ્રવ્ય-કર્મ શું કરે? પર્યાય વિકારી હો કે નિર્વિકારી તે પોતાના સ્વભાવથી જ દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે. છે ને અહીં કે-સર્વદ્રવ્યોની અર્થાત્ પ્રત્યેક દ્રવ્યની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. લ્યો, આવું! ત્યારે એ બધે કર્મથી જ થાય એમ લઈને બેઠો છે. પણ ભાઈ ! કર્મ કર્મનું કરે, બીજાનું જીવનું કાંઈ ન કરે. આવે છે ને કે
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહેં ઘનઘાત, લોકી સંગતિ પાઈ. કર્મ તો જડ છે ભાઈ ! ને વિકાર પોતાની ભૂલ છે; કર્મ તેનું કારણ નથી. આમ છે છતાં વિકાર થાય એમ માનવું તે અનીતિ છે; નિજઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ. સમજાણું કાંઈ...?
* કળશ ૨૧૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શકતું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોત પોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્યદ્રવ્યના ગુણ-પર્યાયોની ઉત્પત્તિ થતી નથી.'
રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે.” શું કીધું? ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, જૂઠ ઇત્યાદિ જે પરિણામ થાય છે તે જીવના જ પરિણામ છે; તે કાંઈ જડના પરિણામ નથી; અર્થાત્ જડથી-કર્મથી ઉત્પન્ન થયા નથી. કોઈ બીજું દ્રવ્ય આત્માને રાગદ્વેષ આદિ ઉપજાવી શકતું જ નથી; કેમકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે. હવે આવો સત્ય નિર્ણય હુમણાં નહિ કરે તો ક્યારે કરીશ ભાઈ ? (એમ કે આ અવસર વીતી જતાં અવસર રહેશે નહિ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com