________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી એમ ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતાં પુદગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ).”
જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો છે. અહાહા.....! ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ સદા જ્ઞાનરૂપી છે. તેની અંતર્દષ્ટિ થઈ પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ને તેમાં રમણતા થાય તે ચારિત્ર છે. આ પ્રમાણે આત્માના આશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો કહેતાં આત્માની નિર્મળ વીતરાગી પર્યાય છે. હવે કહે છે-શરીરનો ઘાત થઈ જાય, શરીર જીર્ણ થાય, ને વાણી બંધ થઈ જાય ઇત્યાદિ જડની ક્રિયા થાય એથી કરીને આત્માના આશ્રય પ્રગટ થયેલાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય છે શું? ના, નથી થતો; કેમકે શરીર ભિન્ન ચીજ છે, ને આત્માના ધર્મો-દર્શન-જ્ઞાન-ચારિત્ર ભિન્ન ચીજ છે. શરીરની ક્રિયા ન થઈ તેથી કાંઈ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય એમ છે નહિ; કેમકે એ બન્નેને (આધાર-આધેય) સંબંધ નથી. શરીરની ક્રિયા ન થઈ શકે તો શરીરનો ઘાત થાય, પુદ્ગલનો ત્યાં ઘાત થાય, પણ તેનાથી આત્માના કોઈ ધર્મો હણાતા નથી. સમજાય છે કાંઈ....!
હું જ્ઞાતા-દ્રષ્ટા છું-એવી દષ્ટિ છોડીને હું રાગ છું, પુણ્ય-પાપભાવોનો હું કર્તા છું, પુણ્યભાવ મારું કર્તવ્ય છે, એનાથી મારું હિત-કલ્યાણ છે ઇત્યાદિ માનનાર જીવ મિથ્યાષ્ટિ છે અને તેને દર્શન-જ્ઞાન-ચારિત્ર-ધર્મોનો ઘાત થઈ રહ્યો છે. હવે કહે છે–આ રીતે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયાનો -ગુતિ, સમિતિ, મહાવ્રત આદિ સંબંધી ક્રિયાનો-શું વાત થાય જ છે? ના, નથી થતો. તેને દર્શનજ્ઞાન-ચારિત્ર-ધર્મોનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયા એવી ને એવી થતી હોય છે; કેમકે શરીરની ક્રિયા ને આત્માના ધર્મોને પરસ્પર કાંઈ સંબંધ નથી, બન્ને ભિન્ન ભિન્ન જ છે. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ !
શરીરની પ્રવૃત્તિ એવી ને એવી થતી હોય, પંચમહાવ્રત, ગુતિ, સમિતિ ઇત્યાદિ બધી વ્યવહારની ક્રિયા બરાબર થતી હોય છતાં અંદરમાં રાગ મારો (ઈસ્ટ) છે એવું શલ્ય હોતાં આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-ધર્મોનો ઘાત થતો હોય છે. અહીં એમ સિદ્ધ કરવું છે કે પાંચ ઈન્દ્રિયના વિષયો પર પદાર્થ છે, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ પર પદાર્થ છે, ને પદ્રવ્યમાં-પરપદાર્થમાં રાગદ્વેષ નથી. વળી નિજસ્વભાવમાં પણ રાગદ્વેષ નથી. પણ અરે ! જીવ પોતાના સ્વભાવનો ઘાત પોતાના અજ્ઞાનથી કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com