________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ]
[ ૩૯૫
અરે! લોકો ધર્મના નામે બહારની ધમાધમમાં (વ્રત, તપ આદિ ક્રિયાકાંડમાં ) રોકાઈ ગયા છે; આ કરું ને તે કરું –એમ રાગની ક્રિયા કરવામાં રોકાઈ પડયા છે. પણ ભાઈ! કરવું એ તો મરવું છે. રાગની ક્રિયા કરવામાં તો પોતાની શાંતિનો નાશ થાય છે. રાગનું કરવું તો દૂર રહો, અહીં કહે છે-રાગને જાણવું એય જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે, અર્થાત્ રાગના કારણે એનું જ્ઞાન થાય છે એમ નથી. હવે આવું ઓલા રાગની રુચિવાળાને કેમ બેસે ? ન બેસે; કેમકે (રુચિ અનુયાયી વીર્ય’ જે તરફ્થી રુચિ હોય તે તરફનો જીવ પુરુષાર્થ કરે છે. પુણ્યની રુચિવાળો જીવ અજ્ઞાનનો પુરુષાર્થ કરે છે, જ્યારે જ્ઞાનસ્વભાવની રુચિવાળો ધર્માત્મા જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ કરે છે. અહા ! આ તો છાશમાંથી નિતારીને કાઢેલું એકલું માખણ છે.
,
કહે છે– જ્ઞાન જ્ઞેયને જાણે તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. ‘ નના: જા આમ છે તો પછી લોકો ‘દ્રવ્ય-અન્તર-માતા–ધિય:' જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા ‘તત્ત્વાત્' તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી ) ‘િ ચ્યવન્ત' શા માટે ચ્યુત થાય છે?
અહા ! જ્ઞાન જ્ઞેયોને જાણે ત્યાં જ્ઞાન અન્ય દ્રવ્યને સ્પર્શતું નથી, અડતું નથી; આ વસ્તુસ્થિતિ છે. તથાપિ અજ્ઞાની જીવ, જ્ઞાન જ્ઞેયને સ્પર્શ કરે છે એવી મિથ્યા માન્યતાથી આકુળબુદ્ધિવાળો થઈને નિજ ચિદાનંદમય શુદ્ધ આત્માને છોડી દે છે. આચાર્ય ખેદ કરીને કહે છે–અરેરે ! અજ્ઞાની જીવ, વસ્તુસ્થિતિથી વિરુદ્ધ માન્યતા કરીને, જ્ઞાન જ્ઞેય સાથે એકાકાર થયું છે એવી મિથ્યા માન્યતા કરીને આકુળબુદ્ધિવાળો થઈને ૫૨મ આનંદમય સ્વસ્વરૂપને કેમ છોડી દે છે? ભાઈ! જ્ઞાન પ૨ને જાણે પણ પ૨ને સ્પર્શતું નથી, અર્થાત્ પરરૂપ થઈ જતું નથી. વળી જ્ઞાન પરને જાણે ત્યાં ૫૨જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશતા નથી અર્થાત્ પરશેયના કારણે જ્ઞાન થતું નથી. લ્યો, આવી વાત !
ત્યારે કોઈ વળી કહે છે– સોનગઢની તો એકલી નિશ્ચય નિશ્ચયની જ વાત છે.
બાપુ! તને ખબર નથી ભાઈ! પણ નિશ્ચય એટલે જ સત્ય, નિશ્ચય એટલે જ યથાર્થ. આ ‘સોનગઢ' એટલે (સત્યરૂપ ) સોનાનો ગઢ પ્રભુ આત્મા છે. અહાહા....! જેમ સોનાને કાટ લાગે નહિ તેમ ભગવાન આત્માને રાગનો કાટ લાગતો (-સ્પર્શતો ) નથી. એ તો બેનના (પૂ. બેનશ્રીના ) વચનામૃતમાં આવે છે કે“ જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઉણપ અશુદ્ધિ આવતી નથી.” અહાહા....! કેવી સરસ વાત કરી છે! ભાઈ! તું સદાય એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ-તેમાં નથી ઉણપ, નથી અશુદ્ધતા કે નથી આવરણ. બાપુ! તું સદાય પૂર્ણાનંદ પ્રભુ પૂરણ, શુદ્ધ અને નિરાવરણ છો. તારી એક સમયની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com