________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ રપ
સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧] હું કર્તાય નહિ, કારયિતાય નહિ અને કર્તાનો અનુમોદક પણ નહિ- આવું વસ્તુસ્વરૂપ છે. ભાઈ ! આ સમજે એનું તો અભિમાન ઉડી જાય એવી વાત છે. શું થાય? અજ્ઞાની જ્યાં હોય ત્યાં એમ માને છે કે-અમે આ કર્યું ને તે કર્યું, છોકરાં પાળી-પોષીને મોટાં કર્યા, ભણાવ્યાં-ગણાવ્યાં અને ધંધે લગાવ્યાં ઇત્યાદિ. પણ ભાઈ ! એ બધી પરદ્રવ્યની અવસ્થાઓને કોણ કરે? એ તો બધી પોતપોતાના દ્રવ્યમાં થવા કાળે એના પોતાનાથી થાય છે. અને હું કરું એમ માને એ તો અજ્ઞાન છે.
આ લોકો ઉપવાસ કરે છે ને ? ત્યાં તેઓ એમ માને છે કે અમે આહાર-પાણી છોડી દીધાં. અરે ભાઈ ! આહારાદિની તે અવસ્થા તે સમયે જે થવાની હતી તે એના પોતાનાથી થઈ છે. પરદ્રવ્યનું ગ્રહણ -ત્યાગ ભગવાન ! તારામાં ક્યાં છે ? આહારાદિની તે કાળે આવવાની યોગ્યતા ન હોય તો આહારાદિ આવતાં નથી. અજીવની અવસ્થા અજીવથી જ કમબદ્ધ થાય છે. જીવ તેમાં કાંઈ કરતો નથી. ભાઈ ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરે ૐધ્વનિમાં જાહેર કરેલી વાત છે. ભગવાનનો આ ઢંઢેરો છે કે એ દ્રવ્ય પોતપોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતા થકા સ્વતંત્ર છે. હવે દાખલો આપી સમજાવે છે:
કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદામ્ય છે.'
જુઓ, શું કહે છે? આ કંકણ, કડુ, સાંકળી, વીંટી આદિ ક્રમે થતી સુવર્ણની અવસ્થાઓ છે, તે તે અવસ્થાઓથી ઉપજતા સુવર્ણને તે તે પોતાની અવસ્થાઓ સાથે તાદામ્ય છે. પણ તે તે અવસ્થાઓ સાથે સોનીને તાદામ્ય નથી. શું કીધું ? સોની તે તે અવસ્થાઓથી ઉપજતો નથી. માટે સુવર્ણની તે તે અવસ્થાઓનો કર્તા સોની નથી. લ્યો, આવી વાત !
તેમ, કહે છે, સર્વ દ્રવ્યોને પોતપોતાના પરિણામો સાથે તાદામ્ય છે. અર્થાત પોતાના પરિણામોથી ઉપજતા દ્રવ્યના તે તે પરિણામોનું કર્તા અન્યદ્રવ્ય નથી, તે દ્રવ્ય પોતે જ છે. એ જ વિશેષ કહે છે:
આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે;...”
લ્યો, સર્વ દ્રવ્યો માટે આ સિદ્ધાંત છે. શું? કે સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે. માટે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com