________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ ]
ચિન રત્નાકર ભાગ-૯ * કળશ ૨૧૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધ-દ્રવ્ય-નિરૂપણ–ર્ષિત–મતે: તત્ત્વ સમુFશ્યત:' જેણ શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી–લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને “– દ્રવ્ય–ત —િપ દ્રવ્ય-અન્તર નાતુવિદ્ ન વાસ્તિ' એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ ) ભાસતું નથી.
અહાહા....! શું કહે છે? કે “જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે' ; અહાહા...! દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું પૈસો હશે? હું? પૈસા-ધૂળનું બાપુ! અહીં શું કામ છે? અહાહા...! આત્મા આખી વસ્તુ જે છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય એમ ત્રિસત્વસ્વરૂપ છે. તેમાં ઉત્પાદ-વ્યયરૂપ છે તે પર્યાય છે, અને ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે દ્રવ્ય છે. આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. અંશ છે ને? એક સમયની પર્યાય તે અંશ છે, ને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ અંશ છે; પણ ધ્રુવ દ્રવ્ય છે તે પૂર્ણ છે, શુદ્ધ એકરૂપ છે. અહા! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ચૈતન્ય-સામાન્ય ધ્રુવ એક જ્ઞાયકભાવરૂપતે જેણે દૃષ્ટિમાં સ્થાપ્યું છે તે સમ્યગ્દષ્ટિ છે.
અહાહા....! અંદર વસ્તુ અનંત-અનંત ગુણસ્વરૂપ શુદ્ધ ચૈતન્યચમત્કાર છે તેના નિરૂપણમાં અર્થાત્ અનુભવમાં જેણે બુદ્ધિને સ્થાપી છે અને જે શુદ્ધ તત્ત્વને અનુભવે છે તે સમ્યગ્દષ્ટિ પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈ પણ દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત હોં પાંચમે શ્રાવકની ને છઠે-સાતમે મુનિની તો કોઈ ઓર અલૌકિક દશા હોય છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ પ્રભુ સદા અંદર એકપણે બિરાજમાન છે. અહાહા....! એનો જેને અનુભવ થયો તેને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. સમુદ્રમાં જેમ પાણીની ભરતી આવે છે ને? તેમ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને પોતાના પૂરણસ્વરૂપની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદ અને શાંતિની ભરતી આવે છે. અહા ! આવા ધર્મી પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. શું કીધું? શુદ્ધ આત્મદ્રવ્યમાં આ શરીર, મન, વાણી, પૈસા, કર્મ ને પુણ્ય-પાપના ભાવ રહેલા છે એમ જ્ઞાની ધર્મી પુરુષને કદાપિ ભાસતું નથી. આ એક આંગળીમાં જેમ બીજી આંગળી રહેલી ભાસતી નથી તેમ જ્ઞાનીને એક વસ્તુમાં બીજી વસ્તુ ભાસતી નથી; કેમકે એક વસ્તુમાં બીજી વસ્તુનો ત્રિકાળ અભાવ છે.
આ વેદાંતવાળા એક સર્વવ્યાપક આત્મા કહે છે ને? ભાઈ ! એ તો કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com