________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ આત્મામાં એક સર્વજ્ઞશક્તિ છે. પોતાની સર્વજ્ઞશક્તિમાં એકાગ્ર થતાં પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય છે અને ખરેખર તેને જાણે છે. ભગવાન કેવળજ્ઞાનમાં છ દ્રવ્યોને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. અહા ! પર્યાયવાન આત્મા પર્યાયને જાણે એમ ભેદથી કહીએ એય વ્યવહાર છે. અને “વ્યવહારો અભૂદત્થો”—વ્યવહાર અભૂતાર્થ છે અર્થાત્ આશ્રય કરવા યોગ્ય નથી. આવી વાત! સમજાણું કાંઈ..? ભાઈ ! તારી ચીજ કેવી છે, તારાં શક્તિ-સ્વભાવ કેવો છે તેને અહીં સંતો બતાવે છે.
અહાહા...! કહે છે-નિશ્ચયથી આત્મા પરનો દર્શક એટલે પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. આત્મા નિશ્ચયથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહી શકાતું નથી. અર્થાત્ આત્મા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહારથી જ છે. જુઓ, છે કે નહિ અંદર? હવે બહારનાં નામાં (નામાના ચોપડા ) કરી કરીને મરી ગયો પણ આ ઘરના ચોપડા (આત્મવસ્તુ કહેનારા શાસ્ત્ર) કદી જોયા નહિ! અરે! તને તારું નામું (અંતર-અવલોકન) કરતાં આવડયું નહિ! અહીં પરમાત્મા–સર્વજ્ઞ પરમેશ્વર કહે છેનિશ્ચયથી આત્મા પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે સમકિત-એ તો વ્યવહાર બાપુ! અહીં તો આત્માની શ્રદ્ધા કરવી તે સમકિત એવો ભેદ પાડીએ તેય વ્યવહાર છે. હવે આવી વાતુ માણસને કાને પડવીય કઠણ, બિચારા સંપ્રદાયમાં એમ ને એમ જીવન પૂરું કરે; અવસર ચાલ્યો જાય. ભાઈ ! બહાર મિથ્યા વેશમાં તું રાચે પણ એનું ફળ તો નિગોદમાં જવાનું છે.
અહા! નિશ્ચયથી આત્મા પરનો-રાગનો ત્યાગ કરનારો કહી શકાતો નથી. પોતે અંદર જ્ઞાનસ્વરૂપે પરિણમ્યો ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમયસાર, ગાથા ૩૪ માં આવે છે કે-રાગનો ત્યાગ કરવો તે પરમાર્થથી ભગવાન આત્માને લાગુ પડતું નથી, રાગનો આત્માને ત્યાગ કહેવો એ નામમાત્ર કથન છે.
ભાઈ ! આ “જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો એ પણ વ્યવહાર છે, નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.' નિત્યાનંદ પ્રભુ આત્મા પોતે છે તેમાં મગ્ન થતાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવામાં આવે છે. આવી વાતુ! હવે એમાં ક્યાંય મેળ ખાય નહિ ને કહે કે વાદ કરો; પણ શું વાદ કરે?
એક વાર લીંમડીમાં એક શ્વેતાંબર સાધુ અમારી પાસે આવ્યા ને કહે-આપણે ચર્ચા કરીએ. ત્યારે કહ્યું-ભાઈ અમે ચર્ચામાં પડતા નથી. ત્યારે તે કહે-તમારું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com