________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૩૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ તું જ્ઞાન-આનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છો, રાગરૂપે તું કદીય થયો નથી, ને રાગને કદીય પોતારૂપ કરતો નથી. અહા ! રાગનું વેદન છે તે પર્યાયમાં છે, પણ ભગવાન આત્મા તો સદાય નિરાકુળસ્વભાવ એક જ્ઞાયકપણે રહ્યો છે.
અહા ! દૃષ્ટિના વિષયની અપેક્ષાએ દુઃખનું રાગનું વેદન છે તે આત્માને નથી, પણ જ્ઞાનની અપેક્ષાથી જુઓ તો સમ્યગ્દષ્ટિને જેટલો રાગ આવે છે એટલું ત્યાં એને દુઃખનું વેદન પણ છે. અહા! દિગંબર મુનિરાજ કે જેને ત્રણ કષાયના અભાવની વીતરાગી શાન્તિમાં નિવાસ છે તેને પંચમહાવ્રતાદિનો જેટલો વિકલ્પ ઉઠે છે એટલું દુઃખ છે અને તે જગપંથ છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે
"
તા કારન જગપંથ ઈત, ઉત સિવ મારગ જોર; પરમાદી જગૌ કૈ, અપ૨માદિ સિવ ઓર.'
અહા ! જેટલો પ્રમાદનો વિકલ્પ છે તે જગપંથ છે. હવે આવી વાત ઓલા શુભની રુચિવાળાને આકરી પડે પણ બાપુ! એ તો તારી કાયરતા છે. શાસ્ત્રમાં શુભભાવની રુચિવાળાને કાય૨-નપુંસક કહ્યા છે. સમયસારમાં (ગાથા ૩૯ થી ૪૩ની ટીકામાં) “ આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા.....” ઇત્યાદિ વચન આવે છે તેમાં રાગને પોતારૂપ માનનાર મૂઢ જીવ નપુંસક છે એમ કહ્યું છે. છે કે નહિ અંદર ? ભાઈ! તેને નપુંસક કહ્યો છે કેમકે જેમ નપુંસકને પ્રજા થતી નથી તેમ એને-પુણ્યની રુચિવાળાને-ધર્મની પ્રજા પાકતી નથી. અહા! તેનું વીર્ય સ્વરૂપની રચના કરવાનું કામ કરતું નથી.
જેની દષ્ટિ અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા ઉપર છે તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે; જેની દષ્ટ રાગ ઉપર છે, જેને શુભની રુચિ છે, તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પાપાનુબંધી પુણ્ય છે. લ્યો, બેમાં આવડો મોટો ફેર છે. અરે! જૈનધર્મ શું ચીજ છે એની લોકોને ખબર નથી. અંદર આનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેની દૃષ્ટિ ને તેની જ રમણતા કરવાથી ધર્મ થાય છે, રાગની રુચિવાળા તો મિથ્યાત્વભાવમાં રહેલા છે. રાગથી પોતાનું ભલું થવાનું માનનારા તો મૂઢ નપુંસક છે, તેમને ધર્મની પ્રાપ્તિ થતી નથી. આવો મારગ! અહાહા....! આ સમયસારમાં તો તત્ત્વજ્ઞાનના દરિયા ભર્યા છે.
અહા ! દર્શનગુણથી ભરેલા આત્માની જેને દૃષ્ટિ થઈ તે રાગને પોતારૂપ કરતો નથી, અને પોતે રાગરૂપ થતો નથી. દર્શનગુણના સ્વભાવથી ભરેલા આત્માની દષ્ટિ થતાં દર્શનગુણની દેખવાની-શ્રદ્ધવાની જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાયમાં રાગાદિ ભાવ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે તે દષ્ટિની નિર્મળ પર્યાય કાંઈ નિમિત્તથી થઈ છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com