________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ ]
[ ૩૭૭ જાઓ, ચેતગુણથી ભરેલી ખડી છે તે પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે થતી નથી; તેમ જ તે ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવરૂપ કરતી નથી. તો શું છે? તો કહે છે-ખડી સ્વભાવથી જ પોતાની સફેદાઈપણે ઉપજે તેમાં ભીંત-આદિ પરદ્રવ્ય નિમિત્ત છે; ને પોતાના સ્વભાવે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને ખડીની સફેદાઈ નિમિત્ત છે. અરસપરસ નિમિત્ત છે એટલું; કોઈ કોઈનું કાંઈ કરે એમ નહિ. આ પ્રમાણે નિમિત્ત હોવાથી ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી સફેદ કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. આ દષ્ટાંત કહ્યું, હવે સિદ્ધાંત કહે છે:
તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચુતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (ચેતયિતાના) સ્વભાવથી દેખે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.”
જુઓ, શું કહે છે? કે ચેતયિતા–ભગવાન આત્મા-અહાહા...! આત્મા તો જ્ઞાનાનંદલક્ષ્મીનો નાથ પ્રભુ સ્વરૂપથી ભગવાન જ છે. અમે તો આત્માને ભગવાન જ દેખીએ ને કહીએ છીએ. સમયસાર, ગાથા ૭ર ની ટીકામાં આચાર્યદવે આત્માને ત્રણવાર
ભગવાન આત્મા' કહીને બોલાવ્યો છે. ત્યાં ત્રણ બોલ લીધા છે. એમ કે – ૧. આગ્નવોદયા, દાન, ભક્તિ આદિ વિકલ્પો અશુચિ છે, ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયક પ્રભુ અત્યંત શુચિ છે.
૨. આગ્નવો જડસ્વભાવ હોઈ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે, ભગવાન આત્મા સદાય શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે.
૩. આગ્નવો આકુળતાને ઉપજાવનારા એવા દુ:ખના કારણો છે, ભગવાન આત્મા સદાય નિરાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ પ્રમાણે ત્રણ બોલ દ્વારા ત્યાં આત્માને “ભગવાન આત્મા’ કહ્યો છે.
અહાહા...! જેમ ઝૂલામાં બાળકને માતા ઝૂલાવે ત્યારે તેની પ્રશંસાનાં ગીત ગાઈને માતા તેને ઉઘાડી દે છે; તેમ અહીં પરમાત્મા “ભગવાન આત્મા” નાં ગીત ગાઈને ભવ્ય જીવોને ઉંઘમાંથી જગાડે છે. અહાહા....! જાગ રે જાગ નાથ ! તું તો ભગવાન સ્વરૂપ છો. રાગમાં એકતાબુદ્ધિ કરે એ તને ન શોભે. પંચમહાવ્રતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com