________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬પ ]
[ ૩૭૫ ભાઈ ! આ તો મારગ જુદી જાતનો છે બાપા! અરેરે! માર્ગના ભાન વિના એ અનંતકાળથી આથડી મર્યો છે. શ્રીમદે કહ્યું છે ને કે
અનંતકાળથી આથયો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન. અરેરે! સંતોએ –આચાર્ય ભગવંતોએ કહેલી વાત એણે માની નહિ? સાંભળીય નહિ! ! અહીં કહે છે-ભાઈ ! એક વાર પ્રસન્નચિત્ત થઈ તારી પ્રભુતાની વાત અંતરમાં પ્રીતિ લાવીને સાંભળ. અહાહા....! પોતે ભગવાન અંદર જ્ઞાનાનંદની લક્ષ્મીનો ભંડાર શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. તેને જેણે જોયો ને જાણો તેને જાણવાની (નિર્મળ ) પર્યાય પ્રગટ થઈ છે. હવે તેને જે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ ઉઠયો તે, અહીં કહે છે, જ્ઞાન પર્યાયમાં નિમિત્ત કહેવામાં આવે છે, અને તે વિકલ્પરૂપ રાગના પરિણામને જ્ઞાનની પર્યાય નિમિત્ત કહેવામાં આવે છે. અર્થાત જ્ઞાનની પર્યાય છે. તે રાગને કરતી નથી, પૃથક છે; ને રાગની પર્યાય છે તે જ્ઞાનને કરતી નથી, પૃથક છે. જ્ઞાનથી રાગ ભિન્ન જ રહી જાય છે. આવી વાત ! અત્યારે તો સાંભળવા મળવી પણ દુર્લભ છે.
ભાઈ ! જેને અંતરંગમાં નિશ્ચય પરિણમ્યો છે તેને બાહ્ય વ્યવહાર નિમિત્ત છે, પણ જેને નિશ્ચય ધ્રુવ અંતરંગતત્ત્વનું જ્ઞાન જ નથી તેને નિમિત્ત કોનો કહેવો? તેને વ્યવહાર નિમિત્ત કેમ કહીએ? ઓહો ! ભગવાનનો મારગ ખૂબ ઊંડો, ગંભીર ને સૂક્ષ્મ છે. વસ્તુ અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા અતિ સૂક્ષ્મ, ને તેના આશ્રય વડે ઉત્પન્ન માર્ગ પણ સૂક્ષ્મ ને ગંભીર છે. કહે છે–આત્માના આશ્રયે જે અબંધ પરિણામ પ્રગટ થયા તેમાં બંધના પરિણામ નિમિત્ત છે, ને બંધના પરિણામને જીવના અબંધ પરિણામ નિમિત્ત છે. ગજબ વાત છે. નિમિત્ત છે એટલે બંધના પરિણામ અબંધને કે અબંધના પરિણામ બંધને કરે એમ નહિ. એ તો બેય સાથે છે બસ. અહો! દિગંબર સંતોએ વીતરાગભાવની રેલમછેલ કરી છે.
ભગવાન આત્મા અનંતશક્તિની ખાણ છે. એવા શક્તિમાન પ્રભુનો જ્યાં સ્વસંવેદનપ્રત્યક્ષ અનુભવ થયો ત્યાં જે જ્ઞાન ને આનંદની પર્યાય પ્રગટી તે મોક્ષમાર્ગ,
સ્વાનુભવની દશા તે મોક્ષમાર્ગ ને જે રાગની દશા રહી તે સંસાર છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે-છઠ્ઠી ગુણસ્થાને જેટલો મહાવ્રતાદિનો વિકલ્પ ઉઠે છે તે બધો જગપંથ છે.
જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી કિંચિત્ રાગ હોય છે, ભક્તિ, વ્રત, તપ આદિનો વિકલ્પ હોય છે, પણ છે એ સંસાર. અને જેટલો સ્વ-આશ્રય થયો, જેટલી સ્વઅનુભવની દશાની સ્થિરતા થઈ તેટલો મોક્ષનો મારગ થયો; તે મોક્ષનું કારણ હોવાથી મોક્ષસ્વરૂપ છે. કહ્યું છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com