________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬ ]
થન રત્નાકર ભાગ-૯ કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.'
અહાહા...રાગના ત્યાગસ્વરૂપ અપોહક પ્રભુ આત્મા છે તે અપોહ્ય એવા પુદ્ગલાદિનો, રાગાદિનો છે કે નથી? લ્યો, આવો પ્રશ્ન! તો કહે છે જો આત્મા- ચેતયિતા અપોહક પ્રભુ રાગાદિનો હોય તો તે રાગાદિરૂપ થઈ જાય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-આ ન્યાય છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે તેમ ચેતયિતા રાગાદિનો હોય તો તે રાગાદિમય જ હોય, અને તો ચેતયિતાનો સ્વદ્રવ્યનો જ નાશ થઈ જાય. પણ દ્રવ્યનો નાશ તો કદીય થતો નથી એ સિદ્ધાંત છે, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થતું જ નથી.
ભાઈ ! નિમિત્તથી કાર્ય થાય એ વાત તો ક્યાંય રહી, અહીં તો કહે છે– નિમિત્તપરવસ્તુ અને રાગાદિ ભાવના ત્યાગનો કર્તા આત્મા છે એમ છે નહિ. એ તો પહેલાં આવી ગયું કે જ્ઞાયક જ્ઞાયક જ છે, દર્શક દર્શક જ છે, તેમ ભગવાન આત્મા રાગના અભાવસ્વભાવ જ છે એ પરમાર્થ છે. એ જ હવે કહે છે
(આગળ વિચારીએ.) “જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?
(આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?
કાંઈ સાધ્ય નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છે- એ નિશ્ચય છે.'
અરે! સ્વસ્વરૂપને સમજ્યા વિના એ (-જીવ) ભવસિંધુમાં અનંત-અનંત ભવ કરીને રઝળી રહ્યો છે. અનંત વાર એણે દ્રવ્યલિંગ ધારણ કર્યા ને મુનિવ્રત પાળ્યાં; પણ અરે ! એણે આત્મજ્ઞાન કર્યું નહિ અને તેથી તેના ચૌગતિ-પરિભ્રમણનો અંત આવ્યો નહિ. અરે ભાઈ ! બાહ્ય ત્યાગ વડે મેં ત્યાગ કર્યો એવી મિથ્યા માન્યતાના સેવન વડ તું ચાર ગતિમાં રખડી મર્યો છે. જો તો ખરો અહીં શું કહે છે? કે અપોહક અપોહક જ છે.
અહાહા...! શિષ્યનો પ્રશ્ન છે કે ચેતયિતા રાગનો નહિ, શરીરાદિનો નહિ, પુગલનો નહિ તો ચેતયિતા કોનો છે? તો કહે છે–ચેતયિતાનો જ ચેતયિતા છે. તો કહે છે–એ તો ચેતયિતા બે થઈ ગયા; તો શું બે ચેતયિતા છે? ના; બે નથી. આ ચેતયિતાથી અન્ય કોઈ બીજો ચેતયિતા નથી, પણ તેઓ બે સ્વ-સ્વામીરૂપ બે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com