________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧]
[૨૧ અવસ્થાની વ્યવસ્થા થાય તેનો કરનાર તે જીવ જ છે, તેનો કરનાર કોઈ બીજી ચીજ નથી. તત્ત્વાર્થરાજવાર્તિક આદિમાં જે બે કારણોથી કાર્ય થાય એમ કહ્યું છે એ તો ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવવા નિશ્ચયની વાત રાખીને કથન કર્યું છે. નિશ્ચયની વાત રાખીને વ્યવહારનું જ્ઞાન કરે તો તે પ્રમાણજ્ઞાન છે, પરંતુ નિશ્ચયની વાત ઉડાડીને એકાંતે વ્યવહારનું જ્ઞાન કરે તો ત્યાં પ્રમાણજ્ઞાન ક્યાં રહ્યું? એ તો મિથ્યાજ્ઞાન થયું.
આ પ્રમાણે જીવ પોતાના પરિણામનો, બીજાના કર્તાપણા વિના જ, પોતે કર્તા છે. બીજી ચીજ સહાયક છે એમ કહ્યું હોય એનો અર્થ એ જ છે કે તે કાળે બીજી ચીજ હોય છે અને તેને નિમિત્ત કહેવામાં આવે છે. બાકી એને (બીજી ચીજને) લઈને અહીં જીવના પરિણામ થાય છે વા તેમાં કોઈ વિલક્ષણતા આવે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. ભાઈ! સતનું જેવું સ્વરૂપ છે તેવી જ તેની પ્રતીતિ કરે તો તે સાચી પ્રતીતિ છે. બાપુ! જીવની કોઈપણ પર્યાય આઘીપાછી કે આડી-અવળી ત્રણકાળમાં થવી સંભવિત નથી. ત્યાં બીજી ચીજ (નિમિત્ત ) શું કરે ? અહા! આ તો ભગવાન કેવળીએ કહેલી ૫૨મ સત્યાર્થ વાત છે. ભાઈ! તારે તે એ રીતે જ માનવું છે કે સ્વચ્છંદે કલ્પનાથી માનવું છે? સને સતરૂપે સ્વીકારે તો જ ધર્મ થાય; બાકી બીજું બધું તો સંસારની રખડપટ્ટી માટે જ છે.
હવે બીજા બોલમાં અજીવની વાત કરે છેઃ
‘એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થયું અજીવ જ છે, જીવ નથી;...’
જુઓ, પ્રથમ જીવની વાત કરી; ને હવે કહે છે-એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. અહા! અજીવમાંપુદ્દગલાદિમાં પણ પ્રગટ થતી ત્રણેકાળની પર્યાયો પોતાના સ્વકાળે પ્રગટતી થકી ક્રમબદ્ધ જ છે. આ માટીમાંથી ઘડો થાય છે ને? ત્યાં ઘડાની પર્યાય જે કાળે થવાની હોય તે કાળે ઘડો માટીથી થાય છે. માટી જ (માટીના પરમાણુ) ક્રમબદ્ધ એવા પોતાના પરિણામથી ઉપજતી થકી ઘડો ઉપજાવે છે, પણ કુંભાર ઘડો ઉપજાવે છે એમ નથી; કુંભાર ઘડાનો કર્તા નથી. કુંભારના કર્તાપણા વિના જ, માટી પોતે ઘડાનો કર્તા છે.
આ બાઈઓ ખાટલા ઉપર લાકડાનું પાટિયું રાખીને ઘઉંની સેવ નથી વણતી ? અહીં કહે છે તે કાર્ય બાઈથી થયું નથી, બાઈના હાથથીય થયું નથી અને લાકડાના પાટિયાથીય થયું નથી, એ તો લોટના ૫૨માણુ છે તે તે સમયે ક્રમબદ્ધ પરિણમતા થકા સેવની અવસ્થારૂપે ઉપજે છે. અહા! આવી વાત? માનવીને બહુ કઠણ પડે પણ આ સત્ય વાત છે. જુઓને, કહ્યું છે ને કે-અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. અજીવ પુદ્દગલાદિનું કાર્ય જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com