________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ]
[ ૩૩૭. રાગને જાણવાની આત્મામાં શક્તિ છે, પણ રાગને કરવાની આત્મામાં શક્તિ નથી. ભાઈ ! દ્રવ્ય-ગુણ રાગના કર્તા નહિ જડકર્મ પણ રાગનું કર્તા નહિ; વિકાર-રાગ પોતાથી સ્વતંત્ર થાય છે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે.
જ્ઞાની ધર્માત્માને દયા, દાન આદિનો જે રાગ આવે તેને તે જાણે જ છે; તે જાણે છે એમ કહીએ એય વ્યવહાર છે કેમકે રાગ છે તે પરય છે. ત્યાં આને જે રાગ સંબંધી જ્ઞાન થાય તે કાંઈ રાગને કારણે થાય છે એમ નથી. તે કાળે રાગને જાણવારૂપ પર્યાય તો સ્વયં પોતાથી પોતા વડે થાય છે, રાગ તો તેને અડતોય નથી, બહાર જ લોટે છે. ભાઈ ! લોકાલોક છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. લોકાલોકને જાણનારી તે જ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. લોકાલોકને કારણે નહિ. જો લોકાલોકને કારણે જ્ઞાન થાય તો બધાને થવું જોઈએ, પણ એમ છે નહિ; લોકાલોક તો બાપુ! બાહ્ય નિમિત્તમાત્ર છે, જ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે, વાસ્તવમાં જ્ઞાન જ્ઞાનની પર્યાયને જાણે છે ત્યાં લોકાલોક જણાઈ જાય છે. હવે આમ છે ત્યાં આત્મા પરને કરે ને રાગને કરે એ તો વાત જ ક્યાં રહે છે? અહીં તો કહે છે
એક ચીજ જો બીજી ચીજને પલટાવે તો વસ્તુનું વસ્તુપણું જ ન રહે. માટે આ સિદ્ધાંત છે કે એક વસ્તુ અન્યને પરિણાવી શકતી નથી. અગ્નિથી પાણી ઉનું થતું નથી, છરીથી શાક કપાતું નથી, બાઈ રોટલી કરતી નથી ઇત્યાદિ. હવે કહે છે
“આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શકતી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું.
લ્યો, કહે છે- નિમિત્તે શું કર્યું? કાંઈ ન કર્યું; કેમકે નિમિત્ત ઉપાદાનને પલટાવી શકતું નથી. અહાહા...! આ આંખ છે તે આંખને લઈને શું આત્મા જાણે છે? આત્માની જાણવાની પર્યાય શું આંખને કારણે છે? ના, એમ નથી ભાઈ ! આંખ તો બાહ્ય નિમિત્તમાત્ર પરવસ્તુ છે. આંખથી દેખાય છે ને કાનથી સંભળાય છે ઇત્યાદિ માનવું એ તો મિથ્યા છે, કેમકે જડ આંખ, કાન આદિ જ્ઞાન-દર્શનરૂપ ચેતનની દશાને કેમ કરે ? જડ વસ્તુ ચેતનને કેમ પલટાવે? એ જ કહે છે
ચેતન–વસ્તુ સાથે એકક્ષેત્રાવગાહરૂપે પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું.'
અહાહા...! શું કહે છે? કે કર્મ, નોકર્મ આદિ પુદ્ગલો ચેતન–વસ્તુ ભગવાન આત્મા સાથે એકક્ષેત્રાવગાહે રહેલાં છે; કયારથી? તો કહે છે- (પ્રવાહરૂપે) અનાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com