________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮ થી ૩૧૧]
[૧૯ જવાને યોગ્ય છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. વિવરણ આ જીવ આટલો કાળ જતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.”
જુઓ, આ જીવ આટલો કાળ વીતતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે. એટલે શું? કે આ જીવને આ કાળે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને કેવળજ્ઞાન થશે-એમ એની બધી પર્યાયો કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે. અહા! જે સમયે જે દ્રવ્યની જે પર્યાયો જે પ્રકારે થવા યોગ્ય છે તે તે બધી પર્યાયો એકી સાથે કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. અહો ! કેવળજ્ઞાનનું આવું કોઈ અદ્ભૂત દિવ્ય સામર્થ્ય હોય છે.
કેવળજ્ઞાનમાં નોંધ છે એમ કહ્યું એટલે કે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણકાળના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય એક સાથે પ્રત્યક્ષ થાય છે. અહાહા...! વસ્તુની ભૂત, વર્તમાન અને ભવિષ્યની જે રીતે જે પર્યાયો થઈ, થાય છે અને થશે તે સમસ્ત પર્યાયોને કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. ભવિષ્યની પર્યાય થઈ નથી માટે ભવિષ્યની પર્યાય થશે ત્યારે જાણશે એમ કોઈ માને તો તે બરાબર નથી. અરે ભગવાન ! સાંભળ તો ખરો. ક્ષાયિક જ્ઞાન કોને ન જાણે? તેને શું અપેક્ષા છે? (કાંઈ નહિ). પ્રવચનસાર ગાથા ૪૭ ની ટીકામાં આચાર્યદેવ કહે છે-“અતિ વિસ્તારથી બસ થાઓ; અનિવારિત જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે.” ભાઈ ! ભવિષ્યની જે પર્યાયો જે સમયે જે પ્રકારે થશે તે સર્વને કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. બાપુ! તને કેવળજ્ઞાન બેસવું કઠણ પડે છે તો કમબદ્ધ પણ બેસવું કઠણ છે.
સમ્યકત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે” –એમ કળશટીકામાં કહ્યું એ તો પુરુષાર્થને ગૌણ ગણીને કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. બાકી સમ્યગ્દર્શન થાય ત્યાં તો પાંચેય સમવાય કારણો એકસાથે હોય છે; કાળલબ્ધિ હોય છે ને પુરુષાર્થય ભેગો હોય છે.
પહેલાં સંપ્રદાયમાં અમારે આ વિષયની ચર્ચા ચાલેલી; તેઓ કહે–ભગવાને દીઠું હોય ત્યારે (સમકિત આદિ) થાય, આપણા પુરુષાર્થથી કાંઈ ન થાય. આપણે પુરુષાર્થ શું કરીએ?
ત્યારે કહ્યું-અરે ભાઈ ! આ તમે શું કહો છો? ભગવાને દીઠું હોય ત્યારે થાય એ વાત તો એમ જ છે, યથાર્થ જ છે. પણ ભગવાનનું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણે છે તેની સત્તાનો-યાતીનો અંદર તને સ્વીકાર છે? જો નથી તો “ભગવાને દીઠું ત્યારે થાય” –એમ તું ક્યાંથી લાવ્યો! અને જો છે તો એનો સ્વીકાર તે કોની સન્મુખ થઈને કર્યો છે? જો કેવળજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com