________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ]
| [ ૩૨૧ થાય તેનો તે કર્તા-ભોક્તા નથી કેમકે તેમાં એ તન્મય નથી. ભાઈ ! આ શરીર, મન, વાણી, કર્મ, ધન્ય-ધાન્ય, ઝવેરાત, મકાન, લાડુ, ગુલાબજાંબુ ઇત્યાદિ જે બધા પરદ્રવ્યના પરિણામ છે તેને જીવ કરેય નહિ ને ભોગવેય નહિ.
અહાહા...! આને પર્યાયમાં જે શુભાશુભભાવ થાય તે પરિણામ છે અને પોતાનું દ્રવ્ય તે પરિણામી છે. તે પરિણામ પરિણામીથી અનન્ય છે એમ અહીં કહેલ છે. આ સ્વરૂપથી શ્રુત એવા અજ્ઞાની જીવની વાત છે. શુભાશુભભાવથી જીવ અનન્ય છે, તન્મય છે. માટે, કહે છે, પરિણામ-પરિણામી ભાવથી ત્યાં કર્તા-કર્મપણું છે અને ભોક્તાભોગ્યપણું છે એમ નિશ્ચય છે.
અહા ! શુભાશુભ રાગના પરિણામ થાય તે પરિણામી એવા જીવના પરિણામ છે, પણ પરદ્રવ્યના પરિણામ થાય તે સ્વપરિણામીના (-જીવના) પરિણામ નથી, પરના પરિણામ થાય તેનું પરિદ્રવ્ય પરિણામી છે. ભાઈ ! લોજીકથી-ન્યાયથી વાત છે. જેમ પોતાના પરિણામથી તન્મય છે તેમ પરના પરિણામ સાથે આત્મા તન્મય નથી. માટે આત્મા પોતાના પરિણામનો કર્તા-ભોક્તા હો, પણ પરના પરિણામનો કદીય કર્તા-ભોક્તા નથી. કુંભાર, “હું ઘડો કરું” –એવા પોતાના રાગનો કર્તા હો, પણ ઘડાનો કદીય કર્તા નથી. આવી વાત, બહુ ઝીણી! અહીં તો અજ્ઞાની જીવ પરના પરિણામનો કર્તા થઈને ઊભો છે તેની તે મિથ્યા માન્યતાને છોડાવે છે. સમજાણું કાંઈ...?
આખું જગત માને છે એનાથી આ જુદી વાત છે. સોનાના હાર વગેરે ઘાટ ઘડાઈને તૈયાર થાય તે, કહે છે, સોનીનું કાર્ય નથી, કાપડમાંથી કોટ, પહેરણ વગેરે સીવાઈને તૈયાર થાય તે દરજીનું કાર્ય નથી, માટીનો ઘડો થાય તે કુંભારનું કાર્ય નથી. ગજબની વાત છે ભાઈ ! સોની, દરજી, કુંભાર આદિ કારીગર સ્વપરિણામના-રાગના કર્તા છે પણ તેઓ પરદ્રવ્યના પરિણામના કર્તા નથી; કેમકે પરિણામ પરિણામીથી અભિન્ન એક હોય છે અને ત્યાં જ કર્તા-કર્મપણું સંભવે છે.
પ્રશ્ન:- પણ દાગીના, કપડાં, ઘડો વગેરે કાર્યો કર્યા વિના તો હોઈ શકે નહિ? (એમ કે સોની આદિ ન કરે તો કેમ હોય?).
સમાધાનઃ- અરે ભાઈ ! દ્રવ્યમાં જે પ્રતિસમય પર્યાય-કાર્ય થાય તે પરિણામ છે અને તેનો કર્તા પરિણામી એવું તે દ્રવ્ય છે. જેમ જીવ દ્રવ્ય છે તેમ પુદ્ગલ એક દ્રવ્ય છે અને તેના પ્રત્યેક સમયે થતા પરિણામનો કર્તા પરિણામી પુદ્ગલ દ્રવ્ય છે પણ બીજું નથી. આ દાગીના આદિ કાર્ય છે તે પરિણામ છે અને તેનો કર્તા પરિણામી તે તે (સુવર્ણ આદિના) પુદગલ પરમાણુ છે પણ સોની આદિ (જીવ) નથી. સોની આદિ તો તેને તે કાળે જે રાગ થાય તેનો કર્તા છે, પણ દાગીના આદિનો તે કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com