________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ]
[ ૩૧૭ એ તો પરદ્રવ્યને હું કરું-એમ માનીને રાગાદિ વિકારનો કર્તા થાય છે; પરદ્રવ્યની ક્રિયા તો જેમ થવી હોય તેમ જે તે કાળે થાય છે, અજ્ઞાની પણ તે કરી શકતો નથી, પણ તે મફતમાં હું કરું એવો અહંકાર કરી રાગાદિ વિકારનો કર્તા થાય છે.
અહીં કહે છે-શિલ્પી–સોની આદિ કુંડળ આદિ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય પરિણામસ્વરૂપ ફળ તેને ભોગવે છે એમ કહેવું તે અસદભૂત વ્યવહારનય છે શું કીધું? કે સોનીએ રાણી સાહેબા માટે ઘરેણાં બનાવ્યાં હોય તેથી પ્રસન્ન થઈ તેની ખુશાલીમાં તેને રાજા દશહજારની ઉપજવાળું ગામ સોનીને ભેટ આપે તો સોની એને ભોગવે છે એમ કહેવું એ વ્યવહાર છે; એટલે કે એમ છે નહિ. પરદ્રવ્યની અવસ્થાને આત્મા કરે ને ભોગવે એમ ત્રણકાળમાં છે નહિ. આ લાંબો કુટુંબ-પરિવાર ને ધન-સંપત્તિ આદિ વૈભવને આત્મા ભોગવે એમ છે નહિ; એમ માને તો તે મિથ્યાત્વ છે. ભાઈ ! અન્ય-અન્ય દ્રવ્યોમાં નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.
સંવત ૭૨ની સાલની વાત છે. લોકો બહુ માગણી કરે કે કાનજીસ્વામી વાંચો. ત્યારે ગુરુએ કહ્યું, ભાઈ ! આ લોકો બહુ કહે છે અને હવે તને વાંચતાં સારું આવડે છે, એમ કે તે ઘણું બધું વાંચ્યું છે ને તને વાંચતાં સારું આવડે છે તો તારે વાંચવું જોઈએ. ત્યારે બહુ વિનયથી કહ્યું –મહારાજ! હું વાંચવા નીકળ્યો નથી હોં.. હું તો મારું કામ (આત્મજ્ઞાન) કરવા નીકળ્યો છું. વાંચવાનું એ કાંઈ મારું કામ નહિ, આ તો એ વખતે આમ કહેલું હતું. અહીં કહે છે–પરદ્રવ્યના પરિણામને આત્મા કરે કે ભોગવે એમ કહેવું એ વ્યવહારનયનું એટલે અસત્યાર્થનયનું કથન છે. હવે આવી વાત લોકોને બહુ આકરી પડે પણ શું થાય? આ તો વસ્તુસ્થિતિ છે.
આ લોકમાં અનંત દ્રવ્યો છે. અનંત જીવ, અનંતા અનંત પુદ્ગલ, અસંખ્યાત કાલાણુ ને ધર્મ, અધર્મ અને આકાશ એકેક એમ અનંત દ્રવ્યો છે. હવે તે અનંત ક્યારે રહે? કે પ્રત્યેક પોતાનું કાર્ય કરે પણ પરનું કાર્ય ન કરે ત્યારે. જો એક દ્રવ્ય બીજાનું કાર્ય કરે તો બન્ને એક થઈ જાય, એમ અનંતા દ્રવ્યો બધાં એક થઈ જાય અને અનંત દ્રવ્યો અનંતપણે સ્વતંત્ર ન રહે. આમ ન્યાયથી સિદ્ધ થાય છે કે કોઈ દ્રવ્ય બીજાનું કર્તા નથી. એકને બીજાનો કર્તા કહેવો એ તો માત્ર નિમિત્તનું કથન છે. આ દાખલો કીધો; હવે કહે છે
તેવી રીતે-આત્મા પણ પુણ્ય-પાપ આદિ જે પુગલદ્રવ્યપરિણામાત્મક (પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલદ્રવ્યપરિણાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્યપાપ આદિ કર્મનું જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com