________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
ચન રત્નાકર ભાગ-૯ અવસ્થિત અસંખ્ય પ્રદેશી એક એવા તેને (-આત્માને), પુલસ્કંધની માફક, પ્રદેશોનાં પ્રક્ષેપણ–આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શક્યું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. (સ્કંધ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય તેમ જ તેમાં પરમાણુઓ આવે; પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્ય-પ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ જ વધારે પ્રદેશોને લઈ શકે નહિ.) વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ *વિસ્તાર-સંગ્રહ છે (અર્થાત્ લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને (–આત્માને) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શક્યું નથી, કારણ કે પ્રદેશોના સંકોચ-વિસ્તાર થવા છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (આત્મા) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શક્યું નથી.) વળી, “વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે, તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે –આવી જે વાસના (અભિપ્રાય, વલણ) પ્રગટ કરવામાં આવે છે તે પણ “આત્મા આત્માને કરે છે” એવી (પૂર્વોક્ત) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો).
માટે, જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (-અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું ); તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેરૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.
ભાવાર્થ- કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે
* સંગ્રહું = જથ્થો; મોટપ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com