________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ ઘણાં વર્ષો પહેલાં કહેલું કે-જીવને વિકારી પરિણામ થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને નહિ. ત્યારે એક શેઠ બોલી ઉઠેલા-મહારાજશ્રી તો દોરા વગરની પડાઈ ઉડાડે છે. અરે ભાઈ ! એમ વાત નથી બાપુ! જીવ પોતાના પરિણામનો પોતે સ્વતંત્રપણે કર્તા છે અને વિકારીભાવ તે જીવનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે.
ત્યારે કોઈ વળી કહે છે- જીવને વિકાર થાય એમાં જીવના પ૧ ટકા ને જડ પ્રકૃતિના ૪૯ ટકા રાખો-તો આ વાત પણ બરાબર નથી. જીવને વિકાર થવામાં જીવના ૧૦ ટકા સ્વતંત્ર અને પ્રકૃતિમાં કાર્ય થાય એમાં પ્રકૃતિ ૧૦૦ ટકા સ્વતંત્ર છે; કોઈ કોઈને આધીન નથી.
તો જૈનતત્ત્વમીમાંસામાં આવે છે કે જીવને જ્યારે ક્રોધ થાય ત્યારે સામે ક્રોધકર્મપ્રકૃતિનો ઉદય હોય છે, અને માન થાય ત્યારે સામે માન-કર્મપ્રકૃતિનો ઉદય હોય છે.
એ તો બરાબર જ છે. ભાઈ ! એમાં એવો અર્થ ક્યાં છે કે સામે ક્રોધકર્મનો ઉદય છે માટે અહીં જીવને ક્રોધ પરિણામ થાય છે? ક્રોધ કર્મનો ઉદય અને જીવના ક્રોધ પરિણામનો બન્નેનો સમકાળ છે બસ એટલું જ. ભાઈ ! ક્રોધ કર્મના ઉદયના કાળે જીવને ક્રોધદશા થવાનો અકાળ છે તેથી સ્વયં તે પોતાના ફટકારકના પરિણમનથી ક્રોધદશારૂપે પરિણમી જાય છે. ક્રોધકર્મનો ઉદય નિમિત્ત હો ભલે, પણ એના કારણે જીવને ક્રોધ પરિણામ થયા છે એમ છે નહિ. આવું વસ્તુનું સ્વરૂપ છે. શું? કે અજ્ઞાનદશામાં જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે; પરદ્રવ્યનુંનિમિત્તનું એમાં કાંઈ કર્તવ્ય નથી.
* ગાથા ૩૨૮ થી ૩૩૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે-પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય.'
જુઓ, શું કીધું? કે મિથ્યાત્વ અને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો કર્તા જીવ જ છે; મોહનીયકર્મનો ઉદય તેમાં નિમિત્તમાત્ર છે. ગોમ્મસાર આદિ શાસ્ત્રમાં આવે છે કે દર્શનમોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના ભાવ થાય છે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એને જ્ઞાન રોકાય છે ઇત્યાદિ. હવે કર્મનો ઉદય તો જડમાં આવે છે, તે જડના કાર્યરૂપ છે, અને મિથ્યાત્વાદિ ભાવ તો જીવને થાય છે. બન્ને ભિન્ન દ્રવ્યમાં થતી ક્રિયા છે. અહીં કહે છે–પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ. તેથી કર્મના ઉદયના કારણે મિથ્યાત્વાદિ ભાવ જીવને થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com