________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
અચેતન પ્રકૃતિના લક્ષે થાય છે અને તે જીવનો સ્વભાવ નથી માટે તેને અચેતન-અજીવ કહીને તેનું લક્ષ ત્યાંથી છોડાવ્યું છે. અજ્ઞાની જીવ વિકારને પોતાનો સ્વભાવ માને છે ને? તેને કહ્યું કે વિકારના પરિણામ જડ-અચેતન છે, તે તારો સ્વભાવ કેમ હોય ?
અહીં બીજી વાત છે. અહીં તો પોતાની પર્યાયમાં વિકાર છે તેનો કર્તા અન્ય દ્રવ્યકર્મ છે એમ માને છે તેને કહે છે-ભાઈ! પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા પોતે જીવ જ છે, અન્ય કોઈ નથી. શુદ્ધ ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ તેને જડ-અચેતન કહ્યો છે તોપણ એ કાંઈ જડ પ૨માણુરૂપ નથી, પણ જીવની જ અરૂપી વિકૃતદશા છે. ભાવકર્મને જો અચેતન કર્મપ્રકૃતિ કરે તો તે જડ-અચેતન થઈ જાય. પણ એમ છે નહિ. માટે મિથ્યાશ્રદ્ધાન અને રાગદ્વેષના વિકારી ભાવોનો કર્તા જીવ જ છે એમ સિદ્ધ થયું.
હવે વિશેષ કહે છે- · જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે.'
શું કહ્યું ? પુદ્દગલદ્રવ્યમાં-પ્રકૃતિમાં જે મિથ્યાત્વાદિ વિકારી પરિણામ થાય છે તેનો કર્તા જો જીવ હોય તો પુદ્દગલદ્રવ્યને-પ્રકૃતિને ચેતનપણું આવી જશે; જડ પ્રકૃતિના પરિણામ ચેતનમય થઈ જશે. પણ એમ છે નહિ. માટે જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે, પણ પુદ્દગલદ્રવ્યના પરિણામનો કર્તા નથી-એમ સિદ્ધ થયું.
બે વાત થઈ:
૧. પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા જીવ જ છે, જડ પ્રકૃતિ નહિ.
૨. જીવ પોતાના ભાવકર્મનો કર્તા છે, પણ જડ પ્રકૃતિના પરિણામનો કર્તા નથી.
હવે કહે છે- ‘વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું (–ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. ’
શું કીધું? જેમ હળદર અને ચુનો બે ભેગાં મળવાથી લાલ રંગ થાય છે તેમ જીવ અને પ્રકૃતિ બે ભેગાં મળીને જીવના વિકારી ભાવને કરે તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તે ભાવકર્મનું ફળ ભોગવવું પડે. પણ ભાવકર્મનું ફળ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com