________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩ર૦ ]
[ ૧૮૯ પડે; કેમકે નીચેની ભૂમિકાવાળાને તો કર્મનો ઉદય છે, સુખદુ:ખરૂપે પરિણમન થાય જ છે. જ્યાંસુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ ને વીર્યંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન અને અસમર્થપણું હોય જ છે. તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતા-દષ્ટાપણું કેમ કહ્યું?
તેનું સમાધાન - “પહેલેથી કહેતા જ આવ્યા છીએ કે જે સ્વતંત્રપણે કરે-ભોગવે, તેને પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદષ્ટિએ તેને કહેવાતો નથી.'
જ્ઞાની જીવ શુદ્ધ ચેતનામાત્ર ભાવનો સ્વામી થયો તે રાગાદિ પરદ્રવ્યનો સ્વામી મટી ગયો છે. હવે તેને વિકારભાવ હું કરું-ભોગવું” એમ અભિપ્રાય નથી અને તેનો ઉત્સાહ પણ નથી. (તેને તો એક શુદ્ધોપયોગનો જ ઉત્સાહ છે) તેથી ઉદયની બળજરીથી અર્થાત્ પોતાના પુરુષાર્થની નબળાઈથી જે અસ્થિરતાનો રાગ તેને થાય છે તેનો તે પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાતો નથી. અહીં બે વાત કરી:
૧. જ્ઞાની સ્વતંત્રપણે રાગાદિનો કર્તા-ભોક્તા થતો નથી, અને ૨. પુરુષાર્થની નબળાઈને લીધે ઉદયમાં જોડાતાં કિંચિત્ અસ્થિરતાનો રાગ તેને
થાય છે તેનો પરમાર્થે તે કર્તા-ભોક્તા નથી.
હવે વિશેષ કહે છે- “વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કમરજ લાગે પણ છે તોપણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?”
પુણ્ય-પાપ આદિ ભાવ મારા છે એવી જે મિથ્યાદષ્ટિ છે તે જ સંસાર છે. આ બૈરાં-છોકરાં તે સંસાર-એમ નથી, કેમકે પરવસ્તુને આત્મા ઝહે-છોડે એ એના સ્વરૂપમાં નથી. પરવસ્તુના ગ્રહણ-ત્યાગથી આત્મા શૂન્ય છે. તથાપિ પરવસ્તુ મારી હું તેને કરુંભોગવું એવી મિથ્યા માન્યતા કરે તે જ સંસાર છે.
જ્ઞાનીને મિથ્યા અભિપ્રાય મટી ગયો છે, તોપણ પુરુષાર્થની નબળાઈને લીધે કિંચિત્ અલ્પ રાગાદિ તેને થાય છે અને તેના નિમિત્તે કિંચિત્ અલ્પ કર્મબંધ પણ તેને થાય છે, પણ તેને અહીં ગણવામાં આવેલ નથી. કેમ? કેમકે મિથ્યાત્વ છે તે જ મુખ્યપણે બંધ છે અને તે જ સંસારનું મૂળ છે. મૂળ કપાઈ ગયા પછી સંસારની અવધિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com