________________
[ ૧૬૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૦ ] વસ્તુમાં-ધ્રુવમાં ભાવ-અભાવ ક્યાં છે? નથી. માટે બંધ અને બંધના કારણરૂપ રાગાદિ પરિણામ અને મોક્ષ ને મોક્ષના કારણરૂપ શુદ્ધભાવનાપરિણતિ-નિર્મળ રત્નત્રય –એને શુદ્ધઆત્મદ્રવ્ય કરતું નથી.
કોઈને એમ થાય કે-જો આત્મા બંધ-મોક્ષના ભાવને કરતો નથી તે પછી આ દીક્ષા કેમ ? આ આનંદની દશાનું પરિણમન કેમ ?
સાંભળ, ભાઈ ! સાંભળ. અનંતા તીર્થંકરદેવોએ આ કહ્યું છે કે પરમાર્થ જે નિશ્ચય જીવ છે તે કાંઈ દીક્ષાના પરિણામરૂપે કે આનંદની દશારૂપે ઉપજતો નથી; તેમ તે-તે દશાનો વ્યય થતાં તે મરતો પણ નથી. મનુષ્યપણે ઉત્પાદ અને દેવગતિનો વ્યય થાય
ત્યાં-એ બન્ને ઉત્પાદ-વ્યયરૂપ અવસ્થાઓ છે ખરી, પણ તે-તે અવસ્થાકાળે ધ્રુવ આત્મદ્રવ્ય ઉત્પાદ-વ્યયરૂપ થતું નથી, તે તો ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવપણે જ રહે છે. આવું જ દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુસ્વરૂપ છે.
‘નિવર ૩ ભળે' ભગવાન જિનેશ્વરદેવ દિવ્યધ્વનિ દ્વારા આમ કહે છે કેબંધ-મોક્ષના પરિણામને શુદ્ધ જીવ કરતો નથી; અર્થાત્ શુદ્ધ જીવ નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ બંધ-મોક્ષની પર્યાયપણે થતો નથી. અહો ! આવું અલૌકિક શુદ્ધ જીવતત્ત્વ તે સમ્યગ્દર્શનનો વિષય છે. શું કીધું? સમ્યગ્દર્શન સમ્યગ્દર્શનનો વિષય નથી, પણ ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુ સમ્યગ્દર્શનનો વિષય છે અને તેથી તેને મુખ્ય ગણીને સમયસારની ૧૧ મી ગાથામાં ભૂતાર્થ કહેલ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે - વિક્ષિત-એકદેશ શુદ્ધનયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિકજ્ઞાનરૂપ હોવાથી જોકે એકદેશ વ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે “ જે સકલ નિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપરિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી કે “ ખંડજ્ઞાનરૂપ હું છું”—આમ ભાવાર્થ છે.”
વિવક્ષિત એટલે કહેવા ધારેલી આ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ તે એકદેશ શુદ્ધનયાશ્રિત છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ ભાવના એકદેશ શુદ્ધ છે, અંશે શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ નથી. પૂર્ણ શુદ્ધિ તો ભગવાન કેવળીને હોય છે. પં. શ્રી ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિટ્ટીમાં આવે છે કે “એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમાં ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એકજાતિ છે” એમ સમજવું. મતલબ કે સાધકને જે નિર્મળ રત્નત્રયરૂપ ભાવના પ્રગટ થઈ છે તે એકદેશ શુદ્ધ છે, અંશે શુદ્ધ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com