________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩ર૦ ]
| [ ૧૬૩ અર્થાત્ હે યોગી ! પરમાર્થ જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધમોક્ષ કરતો નથી-એમ શ્રી જિનવર કહે છે.”
લ્યો, શ્રી યોગેન્દ્રદેવ શિષ્ય પ્રતિ કહે છે-હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી. અહાહા....વસ્તુ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય જે છે તે આ નરકગતિ, મનુષ્યગતિ, સિદ્ધગતિ ઇત્યાદિ પર્યાયમાં પરમાર્થે ઉપજતો નથી, તેમ મરતો પણ નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ ! પાસે પુસ્તક છે ને ! જુઓ, એમાં છે કે નહિ?
અહાહા...! કહે છે-ખરેખર આત્મા એને કહીએ જે એક સમયની પર્યાયપણે ઉપજતો નથી, વિણશતો પણ નથી. નિયમસારની ગાથા ૩૮ માં કહ્યું છે કે ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમાત્ર-શુદ્ધપરિણામિકભાવમાત્ર વસ્તુ જે છે તે જ ખરેખર આત્મા છે. પર્યાયરૂપ આત્મા એ તો વ્યવહાર આત્મા છે, ત્રિકાળીની અપેક્ષા એ અભૂતાર્થ-અસત્યાર્થ છે. આવી વાત છે! જે ઉપજે છે, વિણશે છે તે પર્યાય-આત્મા અભૂતાર્થ છે. અહો! આ તો અલૌકિક વાત છે!
ભાઈ ! ગણધર ભગવાનનાં રચેલાં શાસ્ત્ર કેવાં હોય? અહા ! કેવળી પરમાત્માના શ્રીમુખેથી જે ઓધ્વનિ નીકળી તેને સાંભળીને ચાર જ્ઞાનના ધરનારા શ્રી ગણધરદેવ અંતર્મુહૂર્તમાં બાર અંગ ને ચૌદ પૂર્વની રચના કરે છે. અહા! તે ચીજ કેવી હોય ! ભાઈ ! એ કાંઈ લૌકિક વાર્તા ન હોય. અહા! તેમાં આ કહે છે કે-નિત્ય ધ્રુવ એક ચિન્માત્ર વસ્તુને અમે આત્મા કહીએ છીએ. આવો આત્મા એક સમયની પર્યાયમાં આવતો નથી. મોક્ષમાર્ગ કે મોક્ષની એક સમયની પર્યાયપણે ત્રિકાળી ધ્રુવ જે અંત:તત્ત્વ આત્મા છે તે ઉપજતો નથી, વિણશતો નથી. તે પણે પર્યાય ઉપજે છે, પણ શુદ્ધ જીવ ઉપજતો નથી.
હવે આવી વાત કદીય સાંભળી ન હોય એટલે કોઈને એમ લાગે કે શું જૈનનો માર્ગ આવો હશે? વળી કોઈને આ સાંભળીને વેદાંત જેવું લાગે, પણ વેદાંત વગેરેમાં તો
આ વાત છે જ નહિ. આત્મા એકાંતે નિત્ય એક સર્વવ્યાપક માને એ તો ગૃહીત મિથ્યાદર્શન છે ભાઈ ! વેદાંતાદિવાળા પર્યાયને ક્યાં માને છે? અનંત આત્માઓને ક્યાં માને છે? અનંત પરમાણુઓને ક્યાં માને છે? અનંત ગુણોને ક્યાં માને છે? ભાઈ ! એમાં મૂળ વસ્તુ-સ્વરૂપની વાત જ ક્યાં છે? તને વેદાંત જેવું લાગે, પણ બાપુ! વેદાંતમાં અને જૈનમાં મોટો (આસમાન-જમીનનો ) ફરક છે.
જીવ પરમાર્થથી ઉપજતો નથી, મરતો પણ નથી. તો આ ઉપજે-વિણસે છે તે કોણ છે? તો કહે છે-ઉપજવું-વિણસવું જેમાં થાય છે તે પર્યાય છે. અહા! પ્રત્યેક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com