________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૦ ]
| [ ૧૫૭ તારો ખજાનો ખૂટે એમ નથી. અહા! તારું આત્મદ્રવ્ય અવિનાશી અનંતગુણસ્વભાવથી ભરેલું સદા મોક્ષસ્વરૂપ જ છે. “તું છો મોક્ષસ્વરૂપ.” અહા! આવા નિજ સ્વભાવનું જ્ઞાનશ્રદ્ધાન થયું તેને મોક્ષ પ્રગટતાં શી વાર! જેણે અંતરમાં શક્તિરૂપ મોક્ષ ભાળ્યો તેને મોક્ષના ભણકાર આવી ગયા ને તેને અલ્પકાળમાં જ વ્યક્તિરૂપ મોક્ષ થાય છે.
વસ્તુ-ધ્રુવ આત્મદ્રવ્ય શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે, અને એના આશ્રયે વ્યક્તિરૂપ મોક્ષ નવો પ્રગટે છે. પર્યાયમાં મિથ્યાત્વ હો કે સમ્યકત્વ હો, બંધન હો કે મોક્ષ હો; દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, તેમાં બંધન નથી, આવરણ નથી, અશુદ્ધતા નથી કે અલ્પતા નથી. અહાહા....! વસ્તુ તો સદા પરિપૂર્ણ જ્ઞાનઘન-આનંદઘન પ્રભુ મોક્ષસ્વરૂપ જ છે. અહા ! આવા નિજસ્વભાવનું અંતર્મુખ થઈને ભાન કરનારને પર્યાયમાં બંધન ટળીને પૂરણ શુદ્ધ મોક્ષદશા થવા માંડે છે. અહો ! આવો અલૌકિક મોક્ષનો માર્ગ છે અને એનું નામ ધર્મ છે.
હવે કહે છે
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે “ નિયિ : શુદ્ધપારિભાવિ:” અર્થાત્ શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે.”
જુઓ, આ વિશેષ સ્પષ્ટ કરે છે કે પારિણામિક ધ્રુવ સ્વભાવભાવ જે છે તે મોક્ષનું કારણ નથી કેમકે તે નિષ્ક્રિય છે. અહાહા...! શુદ્ધ પારિણામિક શુદ્ધચેતનામાત્ર વસ્તુમાં દષ્ટિ પડતાં જે નિર્મળ પરિણમન થાય તે પર્યાય મોક્ષનું કારણ છે, પણ શુદ્ધપારિણામિક વસ્તુ મોક્ષનું કારણ નથી. કેમ નથી ? તો કહે છે તે ઉત્પાદ-વ્યય વિનાની નિષ્ક્રિય ચીજ છે. એમાં બંધમાર્ગ કે મોક્ષમાર્ગની ક્રિયાઓ થતી નથી એવી તે નિષ્ક્રિય ચીજ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ !
પરમાર્થવચનિકામાં પં. શ્રી બનારસીદાસજીએ કહ્યું છે કે “ મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય છે. વળી ત્યાં છેલ્લે કહ્યું છે કે “ આ વચનિકા યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને ભાગ્યાનુસાર કલ્યાણકારી થશે.”
જુઓ, આમાં શું કહ્યું? કે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર; આ વ્યવહાર મોક્ષમાર્ગ તે વ્યવહાર એમ નહિ. ભાઈ ! વ્યવહાર મોક્ષમાર્ગ એ તો માર્ગ જ નથી; એ તો ઉપચારમાત્ર-કથનમાત્ર માર્ગ છે; વાસ્તવમાં તો એ રાગ હોવાથી બંધરૂપ જ છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરથી સિદ્ધ થયેલી વાત છે, આ કાંઈ કલ્પનાની વાત નથી.
“મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર, ને શુદ્ધ દ્રવ્ય અક્રિય તે નિશ્ચય.” આમાં શુદ્ધદ્રવ્યને અક્રિય કહ્યું છે. અહા ! વસ્તુ ત્રિકાળી નિત્યાનંદ ધ્રુવ પ્રભુ જે છે તે, કહે છે, અક્રિય છે. અહાહા...! જેમાં મોક્ષમાર્ગની કે મોક્ષની પર્યાય પણ નથી એવી ત્રિકાળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com