________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ બાપુ! વીતરાગનો મારગ રાગથી સદાય અનેરો છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતાનો જે અલ્પ અંશ પ્રગટ થયો તેમાં પણ રાગનો અભાવ જ છે. શુદ્ધતામાં રાગ નહિ, ને રાગમાં શુદ્ધતા નહિ; બન્નેની જાતિ જ ભિન્ન છે. સમ્યગ્દષ્ટિને દ્રવ્યમાં રાગ નહિ, ગુણમાં રાગ નહિ ને જે નિર્મળ પરિણતિ થઈ તેમાંય રાગ નહિ; આમ તેને દ્રવ્યગુણ-પર્યાય ત્રણેય રાગરહિત શુદ્ધ વર્તે છે. અભેદ એક “શુદ્ધ' ને ભાવતાં તેને શુદ્ધતાનું પરિણમન થયા કરે છે. આવી શુદ્ધતાની પૂર્ણતા થાય તે મોક્ષ; અને અંશે શુદ્ધતા તે મોક્ષમાર્ગ, શ્રીમદે કહ્યું છે ને કે
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા; તે પામે તે પંથ. આ પ્રમાણે કારણ-કાર્ય એક જાતિનાં જ હોય છે. શુભરાગ કારણ થઈને અશુદ્ધ કાર્યને જ કરે. પણ તે શુદ્ધ કાર્યને કરે એમ કદીય ના બને. શુદ્ધ કાર્યનું કારણ તો શુદ્ધ જ હોય, રાગરહિત જ હોય. હવે આમ છે ત્યાં કોઈ બહારમાં જડની ક્રિયાઓ થાય અને મોક્ષનું કારણ માને એ તો નરી મૂઢતા જ છે.
સમકિતીને જેટલી સ્વ-આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તેટલું મોક્ષનું કારણ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કે જે ધ્રુવભાવરૂપ છે, અક્રિય છે તે મોક્ષનું કારણ થતું નથી, વળી શુદ્ધદ્રવ્યથી વિમુખપણે વર્તતા ભાવો પણ મોક્ષનું કારણ નથી થતા; શુદ્ધદ્રવ્યની સન્મુખ થઈને વર્તતા નિર્મળ ભાવો જ મોક્ષનું કારણ થાય છે. આ પ્રમાણે અહીં પર્યાયમાં કારણ-કાર્યપણું કહ્યું છે. એમ તો તે-તે સમયની પર્યાય શુદ્ધદ્રવ્યને અવલંબીને પોતે પૂરણ શુદ્ધપણે પ્રગટે છે, પૂર્વ પર્યાયમાંથી તે નથી આવતી. પણ પૂર્વે આટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે તેથી તેમનામાં કારણ-કાર્યપણું કહ્યું, અને તેનાથી વિરુદ્ધભાવોનો નિષેધ કર્યો. આ પ્રમાણે ક્યા ભાવથી મોક્ષ સધાય છે તે બતાવ્યું.
અહીં કહે છે-શુદ્ધાત્મભાવના કે જે ઔપશમિકાદિ ભાવત્રયરૂપ છે તે મોક્ષનું કારણ છે, પરંતુ શુદ્ધ પારિણામિકભાવ મોક્ષનું કારણ નથી. હવે આ વાણિયા માલ લેવા જાય ત્યાં તો કસી–કસીને માલ ખરીદે પણ અહીં ધર્મની વાત આવે તેમાં “જયનારાયણ ” એમ હા જી હા કરે. પણ ભાઈ ! આ તો ત્રિલોકીનાથ જૈન પરમેશ્વરની સર્વશદેવની વાણી છે. અહા! જેમની સભામાં ઇન્દ્રો, મુનિવરો, ગણધરો બિરાજતા હોય, જેમની વાણી નાગ અને વાઘ પણ સાંભળતા હોય તે વાણી કેવી હોય બાપુ! દયા કરો, વ્રત પાળો, ભક્તિ કરો એવી વાત તો કુંભારેય કરે છે; એમાં શું નવું છે? ૫૦ વર્ષ પહેલાં તો એવો રિવાજ હતો કે શ્રાવણ માસ આવે એટલે કુંભાર નિભાડા બંધ કરે, ઘાંચી ઘાણી ન ચલાવે ઇત્યાદિ. પણ ભાઈ ! એ કાંઈ ધર્મના પરિણામ નથી.
અહીં કહે છે-મોક્ષના માર્ગરૂપ જે નિર્મળ રત્નત્રયની પર્યાય છે તે મોક્ષનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com