________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૫૧ નામ અને ગોત્રકર્મની સ્થિતિ આઠ મુહૂર્તની બંધાય છે, જ્યારે જ્ઞાનાવરણીયદર્શનાવરણીયની સ્થિતિનો બંધ અંતઃમુહૂર્તનો પડે છે. આમ કેમ? તો કહે છે-તે સ્થિતિબંધની પર્યાય સ્વતંત્ર છે, તેને કોઈ બાહ્ય કારણની અપેક્ષા નથી અર્થાત્ વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે.
અમે તો આ ઘણા વખતથી કહીએ છીએ. અમુક કર્મપ્રકૃતિમાં પરમાણુ ઓછાં આવે છે, તો કોઈ કર્મપ્રકૃતિમાં પરમાણુ ઘણાં આવે છે, ત્યાં મિથ્યાત્વ અને રાગાદિ પરિણામ તો એક જ છે, છતાં આમ બને છે એનું કારણ શું? બસ આ જ કે વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ છે. પ્રત્યેક કાર્ય અંતરંગકારણથી જ થાય છે, તેને બાહ્ય પરકારણની અપેક્ષા છે જ નહિ. અહાહા....! મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ થાય છે તેને બાહ્યકારણની-વ્યવહારરત્નત્રયની કોઈ અપેક્ષા નથી; તે મોક્ષના માર્ગની પર્યાય શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. અહો ! સર્વજ્ઞના કેડાયતીઓએ સર્વજ્ઞ થવાની આવી અલૌકિક વાત કરી છે. જેનાં પરમ ભાગ્ય હોય તેને તે સાંભળવા મળે તેવી છે.
અહાહા..! કહે છે–શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવને અવલંબનારી ભાવના રાગાદિરહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષના કારણરૂપ છે. તે ભાવનાને બાહ્યકારણની-વ્યવહારકારણની અપેક્ષા નથી. હવે આ સાંભળીને ઓલા વ્યવહારના પક્ષવાળા રાડ પાડી જાય છે. તેઓ કહે છે-નિશ્ચય અને વ્યવહાર-એમ બે મોક્ષમાર્ગ છે.
અરે ભાઈ ! તને ખબર નથી ભગવાન! પણ નિશ્ચયમોક્ષમાર્ગ એક જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, વ્યવહાર મોક્ષમાર્ગ એ કાંઈ વાસ્તવિક માર્ગ નથી, એ તો ઉપચારમાત્ર છે; વાસ્તવમાં તો એ રાગ છે, બંધનું કારણ છે. વ્યવહારમોક્ષમાર્ગને જ સત્યાર્થ મોક્ષમાર્ગ માની અનંતકાળથી તું રખડવાના પંથે ચઢી ગયો છો. માર્ગના યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના એકેન્દ્રિય આદિમાં અનંત અનંત અવતાર ધરીને હું હેરાન-હેરાન થઈ ગયો છું પ્રભુ! જરા યાદ કર.
સંવત ૧૯૮૦ ની સાલમાં સંપ્રદાયમાં બોટાદમાં હતા ત્યારે પંદરસો પંદરસો માણસો વ્યાખ્યાનમાં આવતા. બહારમાં નામ પ્રસિદ્ધ હતું ને ? તો હજારો માણસો સાંભળવા આવતા. ત્યારે એકવાર જાહેર સભામાં કહેલું કે જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ ધર્મ નહિ. બહુ આકરી વાત ! પણ લોકો સાંભળતા; અમારા ઉપર વિશ્વાસ હતો ને! તો સાંભળતા. લ્યો, તે વખતે આ દેહની ઉંમર તો નાની હતી, તે વખતે આ વાત મૂકી હતી કે સમકિતીને તીર્થંકરપ્રકૃતિનો બંધ પડે, અજ્ઞાનીને નહિ; છતાં સમકિતી જીવને તીર્થંકરપ્રકૃતિના કારણભૂત જે પરિણામ થાય તે પરિણામ ધર્મ નથી. અહા ! જે ભાવથી બંધ થાય તે ભાવ ધર્મ કે ધર્મનું કારણ કેમ થાય? ન થાય. ભાઈ! મુનિરાજને જે પંચમહાવ્રતના પરિણામ છે તે રાગ છે માટે તે આસ્રવભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com