________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૪૧
સમયસાર ગાથા ૩૧ માં આવે છે કે
" जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आद
;
અહાહા...! જ્ઞાનસ્વભાવ જે ત્રિકાળ છે તે અધિક છે. પરમસ્વભાવભાવ જે એક જ્ઞાયકસ્વભાવ તે રાગ અને એક સમયની પર્યાયથી અધિક નામ ભિન્ન છે. અહીં એ જ કહે છે કે ધ્રુવસ્વભાવના લક્ષે પ્રગટ થતો જે સત્યાર્થ મોક્ષનો માર્ગ છે તે ભાવનારૂપ અને તે ત્રિકાળી ભાવથી ભિન્ન છે. ભાવનારૂપ મોક્ષમાર્ગ અને ત્રિકાળી પરમભાવ-બે ચીજ સર્વથા એક નથી; તે બન્ને ચીજ સર્વથા એક હોય તો ભાવનારૂપ મોક્ષમાર્ગનો વ્યય થઈને મોક્ષ થાય ત્યારે ત્રિકાળી ભાવનો પણ નાશ થવાનો પ્રસંગ આવી પડે. ભગવાન ! મારગ તો આવો સૂક્ષ્મ છે. સમજાય છે કાંઈ...?
ભાઈ ! આવો મારગ તારે જેમ છે તેમ યથાર્થ સમજવો પડશે. એ સમજ્યા વિના જ અનંતકાળથી રઝળતો તું દુ:ખી થયો છે. અહીં મોટો અબજોપતિ શેઠિયો હોય, કરોડોના બંગલામાં રહેતો હોય, ને ક્ષણમાં દેહ છૂટીને તેની ફૂ થઈ જાય અને પોતે મરીને બકરીની કૂખમાં જાય. ત્યાં જન્મ થતાં બેં.. બેં.. બેં.. એમ કરે. બકરીનાં બચ્ચાં બેં.. બેં.. બેં.. એમ કરે છે ને ? પણ અરે! એને વિચાર જ નથી કે મરીને હું ક્યાં જઈશ? હું ક્યાં છું અને મારા શું હાલ-હવાલ થશે? ભાઈ! આ અવસરમાં જો સ્વરૂપની સમજણ ના કરી તો ક્ય ાંય કાગડ-કૂતરે-કંથવે... ઇત્યાદિ સંસારમાં ખોવાઈ જઈશ.
અહીં ભાવનારૂપ પર્યાયને મોક્ષના કારણભૂત પર્યાય કહેલ છે. બીજી જગ્યાએ એમ આવે છે કે મોક્ષની પર્યાય મોક્ષના કારણભૂત પર્યાયથી પ્રગટ થતી નથી. વાસ્તવમાં તે સમયની કેવળજ્ઞાન અને મોક્ષની દશા એના પોતાના ષટ્કારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયની એને અપેક્ષા નથી. જો કે મોક્ષની દશાના પૂર્વે મોક્ષમાર્ગની પર્યાય જ અવશ્ય હોય છે તોપણ મોક્ષની દશા તે સમયનું સ્વતંત્ર સત્ છે. મોક્ષમાર્ગની પર્યાયના કારણે મોક્ષની દશા થઈ છે એમ નથી. આવો માર્ગ છે ભાઈ !
અહીં એમ સમજાવવું છે કે મોક્ષ થવા પહેલાં મોક્ષમાર્ગની પર્યાય હતી તે પર્યાય ત્રિકાળી ચીજથી એકમેક નથી પણ ભિન્ન છે. જો અભિન્ન હોય તો મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થતાં શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પામે; પણ એમ કદીય બનતું નથી કેમકે વસ્તુ-ત્રિકાળી દ્રવ્ય અવિનાશી છે. અહા ! સત્ એકસદશરૂપ સ્વભાવ, અવિરુદ્ધસ્વભાવ ત્રિકાળ છે તે ક્યાં જાય ? વિસદશપણું ને ઉત્પાદ-વ્યય છે એ તો પર્યાયમાં છે, ઉપજવું ને વિણશવું છે એ તો પર્યાયમાં છે. વસ્તુ છે એ તો ઉત્પાદ-વ્યયરહિત ત્રિકાળ શાશ્વત સપણે વિધમાન ચીજ છે. આગળ કહેશે કે મોક્ષના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com