________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૩૭
જુઓ, આત્મભાન થયા પછી પણ જ્ઞાનીને શુભ ને અશુભભાવ પણ આવે છે. તેને કદાચિત્ આર્ત્ત-રૌદ્રધ્યાનના તથા વિષયભોગના ભાવ પણ થાય છે. નબળાઈને લઈને તે ભાવ થાય છે પણ જ્ઞાનીને એ ભાવની હોંશ નથી, એને એ ભાવોમાં મજા નથી. એ તો જાણે છે કે મારા સ્વરૂપમાં જ મજા છે, એ સિવાય બહારમાં નિમિત્તમાં કે રાગમાં-ક્યાંય મજા નથી. રાગ અને નિમિત્તમાં મજા છે એવી દષ્ટિનો એને અભાવ છે.
હવે આ વાણિયા આખો દિ' પૈસા રળવા-કમાવામાં ગરી ગયા હોય તે આ કર્ય દિ' સમજે? પણ બાપુ! એ પૈસા-બૈસા તો જડ માટી–ધૂળ છે. એમાં ક્યાં આત્મા છે? એ મારા છે એવી માન્યતા જ મિથ્યાત્વ છે, કેમકે જડ છે તે કદીય ચેતનરૂપ થાય નહિ. અહીં તો કહે છે- આ મોક્ષમાર્ગની જે પર્યાય છે કે જેમાં અપૂર્વ-અપૂર્વ આનંદનો સ્વાદ આવે છે, તે પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અતીન્દ્રિય આનંદનો પૂરણ સ્વાદ આવે તે મોક્ષ છે અને તે પણ એક પર્યાય છે. તે પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? અને પર્યાય શું? -આવું પોતાનું દ્રવ્ય-પર્યાયસ્વરૂપ કદી લોકોએ જાણવાની દરકાર જ કરી નથી.
ત્રિલોકીનાથ અરિહંત પરમેશ્વર એમ ફરમાવે છે કે-વ્યવહારત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે એ તો કથનમાત્ર મોક્ષનો માર્ગ છે. એ તો ભગવાન આત્માથી ભિન્ન જ છે; પણ ત્રિકાળી ધ્રુવના આલંબને જે અંતરમાં સત્યાર્થ મોક્ષનો માર્ગ પ્રગટ થયો તે મોક્ષના માર્ગની પર્યાય પણ ત્રિકાળી શુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજ પ૨માત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે; કેમકે વસ્તુ દ્રવ્ય છે તે ત્રિકાળ છે ને પર્યાયનો કાળ તો એક સમય છે. ન્યાલભાઈએ તો ‘દ્રવ્યદષ્ટિપ્રકાશ ’ માં પર્યાયને દ્રવ્યથી સર્વથા ભિન્ન કહેલ છે એ વાત ખ્યાલમાં છે, પણ અહીં અપેક્ષા રાખીને કથંચિત્ ભિન્ન કહેલ છે. મોક્ષનું કારણ જે નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય તે શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે એમ અહીં અપેક્ષાથી વાત છે.
'
સમ્યગ્દર્શન છે તે પર્યાય છે. તેનો વિષય ત્રિકાળ સત્યાર્થ, ભૂતાર્થ, છતી ચીજ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા છે. અહીં કહે છે વિષયી જે પર્યાય છે તે એનો વિષય જે ત્રિકાળી ધ્રુવ ચીજ છે એનાથી કથંચિત્ ભિન્ન છે.
‘શા માટે?’ – તો કહે છે
ભાવનારૂપ હોવાથી, શુદ્ધપારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી.’
અહો ! જંગલમાં વસતાં વસતાં સંતોએ કેવાં કામ કર્યાં છે! અંદરમાં સિદ્ધની સાથે ગોષ્ઠી કરી છે, અર્થાત્ અંદર નિજ સિદ્ધસ્વરૂપનો અનુભવ પ્રગટ કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
.