________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૩૩ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય અનંતગુણનિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે. તેની સન્મુખના પરિણામ થાય તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે અને તેને જ મોક્ષમાર્ગ કહ્યો છે. વળી તેને જ શુદ્ધાત્મભાવના, શુદ્ધરત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. અહીં તો આ ચોકખી વાત છે. આ સિવાય (સ્વસમ્મુખના પરિણામ સિવાય) દયા, દાન આદિના જે પરિણામ થાય તે કાંઈ વાસ્તવમાં જૈનધર્મ નથી. આ મંદિરમાં ને શાસ્ત્રના પ્રકાશનમાં લાખો રૂપિયાનું દાન લોકો આપે છે ને? અહીં કહે છે-એ ધર્મ નથી, બહુ આકરી વાત ભાઈ ! એ રૂપિયા તો બધા પર જડ માટી–ધૂળ છે. એ તો પોતાના કાળમાં પોતાની ક્રિયાવતીશક્તિના કારણે આવે અને જાય. ત્યાં પરનો સ્વામી થઈને તું માન કે મેં પૈસા દાનમાં આપ્યા તો એ તો ભ્રમભરી તારી મૂઢમતિ છે.
શાંતિપ્રસાદ સાહૂજી પ્રાંતીજમાં આવ્યા હતા; ત્રણ વ્યાખ્યાન સાંભળી ગયા. ગયા વર્ષે આ શરીરને ૮૭ મું વર્ષ બેઠું ત્યારે જન્મ-જયંતિ વખતે દાદરમાં તેમણે ૮૭OO) ની રકમ તેમના તરફથી જાહેર કરી હતી. તે વખતે તેમને અમે કહેલું- શેઠ, દાન આપવામાં રાગ મંદ હોય તો પુણ્યબંધનું કારણ બને, પણ તે કાંઈ ધર્મનું કારણ નથી.
ભાઈ ! ધર્મ તો એક શુદ્ધાત્મસન્મુખ પરિણામ જ છે. તેને અહીં શુદ્ધોપયોગ કહેલ છે. તેને શુદ્ધોપયોગ કહો, વીતરાગવિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો, અનાકુળ આનંદના પરિણામ કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો કે શાંતિના પરિણામ કહો-તે આવા અનેક નામથી કહેવાય છે. અહાહા...! શાંતિ.. શાંતિ... શાંતિ. ભગવાન આત્મા પૂરણ શાંતિથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે. તેની સન્મુખતાના જે પરિણામ થાય તે પણ શાંત.. શાંત. શાંત.. અકષાયરૂપ શાંત વીતરાગી શુદ્ધ પરિણામ છે. વસ્તુ પોતે પૂરણ અકષાય શાંતસ્વરૂપ છે, અને તેની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા-એ પણ અકષાયસ્વરૂપ શાંત... શાંત.. શાંત છે; આને જ મોક્ષનો અર્થાત્ પૂરણ પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય કહે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહિ.
ભાઈ ! અનાદિ-અનંત સદા એકરૂપ પરમસ્વભાવભાવસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે, ને મોક્ષમાર્ગ તે પરમસ્વભાવભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળભાવ ને એક વર્તમાન પર્યાયભાવ; આવા દ્રવ્યપર્યાયરૂપ બને સ્વભાવો વસ્તુમાં એકસાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહિ; દરેક સમયે તે નવી નવી પર્યાય પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવભાવમાં ઢળેલી હોય તો તે મોક્ષનું કારણ છે, ને બહિર્મુખ પરભાવમાં ઢળેલી હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com