________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩) ]
ચિન રત્નાકર ભાગ-૯ એમ કદીય બને નહિ. લોકોને ઠીક પડ ન પડ, માર્ગ તો આવો છે ભાઈ ! સર્વ જીવો પોતપોતામાં સ્વતંત્ર છે.
| મહાવિદેહક્ષેત્રમાં અત્યારે સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા સીમંધરસ્વામી બિરાજે છે; પાંચસો ધનુષ્યનો તેમનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, ત્રિકાળજ્ઞાની છે તે પોતે તીર્થકરપદમાં બિરાજે છે. બીજા લાખો કેવળી ભગવંતો પણ ત્યાં બિરાજે છે. ત્યાંથી આવેલી આ વાણી છે, તેમાં આ કહે છે કે - આગમભાષાથી ઉપશમ આદિ એ જે ભાવત્રય કહેવાય છે તે મોક્ષનું કારણ છે, અને ઉદયભાવ તે મોક્ષનું કારણ નથી. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ને શુભવૃત્તિ ઉઠે છે તે રાગ છે, વિકાર છે અને તે મોક્ષનું-સુખનું કારણ નથી. ભાવપાહુડની ગાથા ૮૩માં કહ્યું છે કે વ્રત, પૂજા, ભક્તિ આદિ છે એ કાંઈ જૈનધર્મ નથી, વીતરાગતામય ધર્મ નથી; એ તો બધી રાગની ક્રિયાઓ છે, એના વડે પુર્ણ થાય છે, ધર્મ નહિ.
વાસ્તવમાં શુદ્ધ પારિણામિકભાવવિષયક જે ભાવના તે રૂપ જે ઔપશમાદિક ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાથી શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનાં કારણ છે, ચાહે ઉપશમભાવ હો, ક્ષયોપશમભાવ હો કે ક્ષાયિકભાવ હો-એ ત્રણે ભાવ રાગના વિકલ્પથી રહિત શુદ્ધ છે અને તેથી તેને મોક્ષમાર્ગપણે ભાવત્રય કહેવામાં આવે છે.
પોતાની ચીજની ખબરેય ન મળે અને ઓથે ઓથે માને કે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મોક્ષ આપી દેશે. પણ ભાઈ ! જરા વિચાર તો કર. ભગવાન તને શું આપશે? તારી ચીજ તો તારી પાસે પડી છે; ભગવાન તને ક્યાંથી આપશે? વળી ભગવાન તો પૂરણ વીતરાગ પ્રભુ નિજાનંદરસલીન પરિણમી રહ્યા છે. તેમને કાંઈ લેવુંદેવું તો છે નહિ તો તેઓ તને મોક્ષ કેમ આપશે?
તો ભગવાનને મોક્ષદાતાર કહેવામાં આવે છે ને?
હા, કહેવામાં આવે છે. એ તો ભગવાને પોતે પોતામાં પોતાથી નિજાનંદલીન થઈ મોક્ષદશા પ્રગટ કરી અને પોતાને જ તે દીધી તો તેમને મોક્ષદાતાર કહીએ છીએ. તથા કોઈ જીવ તેમને જોઈ, તેમનો ઉપદેશ પામી સ્વયં અંતર્લીન થઈ જ્ઞાનદર્શન પ્રગટ કરે તો તેમાં ભગવાન નિમિત્ત છે. તો નિમિત્તની મુખ્યતાથી ભગવાનને ઉપચાર માત્ર મોક્ષદાતાર કહેવામાં આવે છે, લ્યો, આવી વાત છે.
જુઓ, એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર છે; તેમને શરીરની દશા નગ્ન હોય છે. તેમને “અરિહંત' ભગવાન કહેવામાં આવે છે. “અરિહંત' એટલે શું? “અરિ' નામ પુણ્ય ને પાપના વિકારી ભાવ; અને તેને જેઓએ હણ્યા છે તે અરિહંત છે. લ્યો, હવે પુણ્યભાવને જ્યાં અરિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com